પોસ્ટ્સ

ઑક્ટોબર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પાકિસ્તાન ઉપર ભારતનું હલ્લાબોલ, એશિયન હોકી ચેમ્પિયનશીપ પર કબ્જો

છબી
photo courtesy zeenews ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સતત સરહદ સળગાવી રહ્યું છે, પણ ત્યાં જ ભારતે રમતની દુનિયામાં પણ પાકિસ્તાનને મ્હાત કરીને દેશવાસીઓને દીવાળીની ભેટ આપી છે. એશિયન હોકી ચેમ્પિયનશીપમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને ભારતે પોતાની શક્તિ પુરવાર કરી દીધી છે. ભારત અને પાકિસ્તાનના સબંધમાં કટુતા આવી ગઇ છે. વારંવાર આતંકવાદી હુમલા પાછળ હાથ રાખીને પાકિસ્તાન ભારતને કનડતું આવ્યું છે. આમ છતાં મોદીએ વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાન સાથે સબંધ સુધારવા માટેના બે વખત પ્રયાસ કર્યા હતા. એક તો શપથવિધિ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ આપીને મોદીએ મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, તો નવાઝ શરીફના જન્મદિને કાબુલથી સીધા ઇસ્લામાબાદમાં રોકાણ કરીને શરીફને જન્મદિનની શુભેચ્છા આપીને મોદીએ ચીલો ચાતર્યો હતો, તેની પાછળની મંછા એક જ હતી કે પાકિસ્તાન આતંકવાદથી અલગ થઇને ભારતને આતંકવાદથી મુક્ત કરીને મિત્રતા નીભાવે. પરંતુ એમ થઇ શકયું નહીં. આ વર્ષના પ્રારંભે જ પઠાણકોટ ઉપરના આતંકવાદી હુમલા બાદ બે મહિના પહેલાં ઉરી ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પછી ભારતીયોની સહનશક્તિનો અંત આવી ગયો હતો. ભારત પાકિ...

વિશ્વના 90 ટકાથી વધુ લોકોને હવા પણ ચોખ્ખી મળતી નથી !

છબી
જીવન માટે હવા, પાણી અને ખોરાકની જરૂર રહે છે. હવે પાણીનો વેપલો શરૂ થઇ ગયો છે, ત્યારે હવા જ મફતમાં મળે છે. પરંતુ હવા પણ ચોખ્ખી મળતી નથી, ત્યારે કેમ જીવવું એ પ્રશ્ન થઇ ન પડે. આ હેવાલ કોઇ ઐરાગૈરાનો નથી. વિશ્વ આરોગ્ય સંગઠન હુએ હેવાલ આપ્યો છે કે વિશ્વના 90 ટકાથી વધુ લોકોને ચોખ્ખી હવા પણ મળતી નથી ! માનવીએ પ્રદુષણ ફેલાવીને હવા અને પાણીને બગાડી મૂકી છે. જમીનનું પ્રદુષણ પણ માઝા મૂકી રહ્યું છે. હવાનું પ્રદુષણ માનવીના જીવનને દોઝખ બનાવી દેશે, એ વાત કેમ કોઇને સમજાતી નથી. હુએ તેના હેવાલના તારણમાં કહ્યું છે કે આજે દસમાંથી નવ જણા સૌથી ખરાબ હવા શ્વાસમાં લે છે. એ તો ઠીક દર વર્ષે પ્રદુષણ વિશ્વમાં 60 લાખ લોકોના મોતનું કારણ બને છે. આપણે માનીએ છીએ કે શહેરોમાં વાહનો અને ઉદ્યોગોને કારણે હવા વધુ પ્રદુષિત બની છે. ગામડામાં હવા સારી હોવાનું આપણે માનતા રહ્યા છીએ. પરંતુ આ હેવાલ આપણી એ માન્યતાને ખોટી ઠેરવે છે. આ હેવાલમાં જણાવ્યા પ્રમાણે તો કેટલાય ગામડાની હવા તો આપણે માનીએ એના કરતાં વધુ ખરાબ છે. હુએ તેનો હેવાલ કાંઇ ટેબલ પર બેઠા બેઠાં તૈયાર કરી નાંખ્યો નથી. વિશ્વભરના 3000 જેટલા સ્થળોની હવા તપાસીને, ચકાસીને આ હ...