પોસ્ટ્સ

ઑગસ્ટ, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

છબી
સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાર્ડા માટે કપરો સમય આવી ગયો છે. ડીએલએફ જમીન સોદામાં ગરબડી થઇ હોવાનો હેવાલ તપાસ સમિતિ – ઢીંગરા સમિતિએ આપ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. હા, રીપોર્ટમાં સત્તાવાર રીતે શું છે, એ હજુ બહાર આવ્યું નથી.પરંતુ જસ્ટીસ ઢીંગરાએ સંકેત જરૂર આપતા કહ્યું છે કે જો ગેરરીતિ થઇ ન હોત તો એક જ લાઇનનો રીપોર્ટ આપી દીધો હોત. પરંતુ 182 પાનાના રીપોર્ટમાં આખરે, ઘણાની સામે એકશન લેવાય એવો દારૂગોળો જરૂર ભર્યો હશે.સ્વાભાવિક છે કે આ સોદોમાં ગેરરીતિ થઇ હોય તો તેના કસુરવારમાં એ જમીન ખરીદીને મોટા નફે વેચનારા રોબર્ટ વાડ્રા અને તેમના માટે નિયમોની ઐસીતૈસી કરનારા એ વખતના હરિયાણાના મુખ્ય મંત્રી હુડ્ડાના નામ હોય એ સમજી શકાય એમ છે. આ બંને સામે હવે રીપોર્ટ આવ્યા બાદ સરકાર શું પગલાં ભરે તેના ઉપર સૈાની નજર રહેશે. જો કે આ હેવાલ સામે જ અદાલતમાં અપીલ થશે એટલે જે કોઇ કસુરવાર હશે, તેને સજા ક્યારે થશે એ તો કોઇ કહી શકે એમ નથી. પહેલાં તો પ્રશ્ન થાય કે આ જમીનનો સોદો શું છે ? રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઇલાઇટ હોસ્પીટીલીટીએ ગુરૂગ્રામના શિકોહપુરમાં સાડા સાત કરોડમાં એક જમીન ખરીદી હતી. એ જમીનનો ઉપયોગ હેતુ બદ...

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા

છબી
છેલ્લા અઠવાડિયામાં કેટલાય સમાચારો ગાજતા રહ્યા છે, પણ એક સમાચાર ખાસ વાંચવામાં ન આવ્યા, તે સિંગોપોરના ઉપપ્રધાન મંત્રી તારનમ શન્મુગારત્નમ ભારતમાં આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના મંત્રીઓને ઘણા પાઠ શીખવાડી ગયા. બલ્કે મોદીજીએ તેમને પાઠ ભણાવવા માટે બોલાવ્યા હતા.દેશના વડાનું એ જ તો કામ છે, દેશને આગળ લઇ જવા માટે જે કરવું પડે એ માટે તૈયાર રહેવું. મોદીજી સિંગાપોરના વિકાસથી ખાસ્સા પ્રભાવિત છે. તેમના સ્થાપક પ્રમુખ  લી ક્વાન સિંગાપોર પાસે એક પણ કુદરતી ખનિજ સ્ત્રોત ન હોવા છતાં સાફસુથરૂં અને વિકાસની દુનિયામાં એવું ટોચે પહોંચાડી દીધું છે કે સિંગાપોર વિશ્વભર માટે એક રોલમોડેલ છે. મોદીજીએ કદાચ, તેથી જ તારનમને બોલાવ્યા હતા. ફકત પોતાના મંત્રીઓ નહીં, ખૂદ મોદીજી પણ તારનમના પોણો કલાકના ક્લાસમાં બેઠા હતા. શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવકાર પ્રવચન આપ્યું અને એ પછી તરત જ તારનમને માઇક સોંપીને પોતે પણ શ્રોતા તરીકે કેબીનેટ સાથે બેસી ગયા હતા.યસ્સ શીખવું હોય તો ગુરૂના ચરણમાં જ બેસવું પડે એટલી સૂઝ તો મોદીજીમાં છે જ. નીતિ આયોગના ટ્રાન્સર્ફોમિંગ ઇન્ડિયા નામના કાર્યક્રમમાં શરુઆત કરતાં જ ત...

સૈાની યોજનાનો પ્રારંભ, મોદીએ તાળી પાડીને પત્રકારોને બચાવી લીધા

છબી
આજે સણોસરા ખાતે સૈાની યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ કરાવ્યો હતો. હા, એ યોજનાથી સૈારાષ્ટ્ના ઘણા વિસ્તારોમાં નર્મદા નદીનું પાણી પહોંચશે. હા, એ સાથે ભરૂચ વિસ્તારના ઘણા લોકોને નિરાશા થઇ છે કે નર્મદા ઉપરના બંધને કારણે હવે સમુદ્રના પાણી અંદર ઘૂસી જાય છે અને તેને કારણે હવે નર્મદાના પટમાં ખારાશ વધી રહી છે અને તેની સમસ્યા વધી રહી છે. વેલ, સૈાની યોજનાનો લાભ સૈારાષ્ટ્રના ઘણા ગામોને મળશે. એ સંજોગોમાં હવે દક્સિણ ગુજરાતમાં પણ સિંચાઇવિનાના ગામોને પણ સિંચાઇનો લાભ મળે એવા પગલાં જરૂરી છે. આ યોજનાના પ્રારંભ સાથે જ નર્મદાનું પાણી સણોસરા ખાતેના ડેમમાં ધસમસતું આવી રહ્યું હતું, ત્યારે કેટલાય પત્રકારો તથા ફોટોગ્રાફરો તેના પટમાં જ ઊભા હતા. આ વહેણ પૂરજોશમાં આવતું હોય ત્યારે ભલભલાને વહાવી જાય એમ હતું અને એ ઘડીકમાં સમજી ચૂકેલા વડાપ્રધાન મોદીએ તરત જ તેઓ જ્યાંથી યોજનાનું નિરીક્સણ કરવા ઊભા હતા, ત્યાંથી તાળી પાડીને તમામ પત્રકારો તથા ફોટોગ્રાફરોને ત્યાંથી ખસી જવા માટે ચેતવ્યા હતા અને ત્યાંથી તેઓને ખસેડીને તેમને બચાવી લીધા હતા.

ફલેમિંગો – શ્વેત શરીરમાં ગુલાબી ઝાંય, જાણે કુદરતના સાક્ષાત દર્શન

છબી
એમ તો નવસારી નજીકના સુલતાનપુરનો પરિચય ખરો, પરંતુ ખબર જ બર્ડસ ઓફ ગુજરાત ફેસબુક પેઇજ પરથી જ મળી. ડૉ.પ્રજ્ઞેશભાઇ પટેલે પોસ્ટ મૂકી કે ફલેમિંગોનું આગમન થઇ ગયું છે.બસ અમે ઉપડયા અને જે નજારો જોયો કે દિલ બાગ બાગ થઇ ગયું. ગુજરાતીમાં જેને આપણે હંજ કહીએ એ ફ્લેમિંગો,એમ તો આખું શહેર કચ્છની પડોશમાં વસાવીને બેઠા છે. સેંકડોની સંખ્યામાં આ ફ્લેમિંગો ત્યાં જોવા મળી જાય છે.આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હંજ જોવા મળી રહ્યાના સમાચાર તો આવતા જ રહ્યા છે, પરંતુ પહેલી વખત તેઓને જોવાની તક મળી ગઇ. હંસ એટલે રાજહંસ માનીએ એવું આપણે બાળપણમાં ભણતા જ રહ્યા છીએ.મોતીચારો ચણતા એ હંસ આપણે ત્યાં તો જોવાના મળતા નથી.કદાચ, તેમના શ્વેત સૈાંદર્ય પામવાનું આપણા નસીબમાં નથી. પરંતુ હવે તો તેમના જેવી જ લાંબી ડોક ધરાવતા અને શ્વેત શરીરમાં ગુલાબી ઝાંય અને એ ઓછું હોય એમ પગ પાતળા પણ ગુલાબી. પાણીની વચ્ચે તેમને જોવાનો અનુભવ પણ આહ્લાદક. હંજ પણ મોટો અને નાનો એમ બે પ્રકારના જોવા મળે. સુલતાનપુર ખાતે મોટો હંજ જોવા મળે છે.તેની ઊંચાઇ પૂરી 4.5 ફૂટ.ચારો એટલે કે ખોરાક કાદવમાંથી શોધતા રહે છે, તેને કારણે છીછરા પાણીના વિસ્તારમાં જોવા મળી જ...

હવે કાશ્મીરમાં મરચાંની ગોળી !

છબી
કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રર્દશ ન થઇ રહ્યા છે. ગયા મહને બુરહાન વાની ઠાર મરાયો એ પછી ત્યાં વિરોધ પ્રર્દશન થઇ રહ્યા છે, તો બીજી તરફ કાશ્મીરમાં પેલેટ ગોળી સામે પણ લોકોમાં વિરોધ છે. આ પેલેટ ગનથી ફરી સાજું ન થાય એવું નુકશાન થાય છે, ત્યારે હવે કાશ્મીરમાં પેલેટ ગનની જગ્યાએ મરચાંની ગોળી વાપરવાની ભલામણ થઇ છે. પેલેટ ગનથી હજારો કાશ્મીરીઓને ઇજા થઇ છે, ત્યારે તેનો વિકલ્પ શોધવા માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મરાય એ સાથે જ સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થઇ જાય છે. સુરક્ષા માટે સતત પહેરો ભરતા સૈનિકો સરકારી નુકશાન બચાવવા તેમજ પોતાના અને નિર્દોષ લોકોના બચાવમાં એકશનમાં આવી જાય છે. પોતાના જ દેશબાંધવો સામે ફાયરીંગ કરવું લશ્કરને પણ ગમતું નથી. એ સંજોગોમાં ટીયર ગેસનો ઉપયોગ પણ થાય છે. પરંતુ કાશ્મીરીઓમાંથી ઘણા લશ્કર સામે પથરાબાજી કરતા રહે છે. પથ્થરાબાજી કરવાને કારણે જવનો ઘાયલ થાય છે, તો ક્યારેક મૃત્યુ પણ પામે છે. એ તરફ નજર પણ નહીં નાંખતા માનવ અધિકારવાદીઓ સૈનિકોના વિરોધમાં મેદાનમાં આવી જતા હોય છે. હવે કેટલાક સમયથી સૈનિકો વિરોધ કરતા લોકોનો જાન ન જાય...

કાશ્મીરમાં ચલો સ્કુલ, કરફ્યુમેં મસ્જિદ- લગ્નહોલ મેં પઢે

છબી
કાશ્મીરમાં ચલો સ્કુલ, કરફ્યુમેં મસ્જિદ- લગ્નહોલ મેં પઢે શિક્સણ જ સબ દર્દોકી દવા હૈ, એ વાત હવે કોઇને સમજાવવી પડે એમ નથી. એ વાત કાશ્મીરમાં પણ બધા જ જાણે છે. કદાચ, તેથી જ કાશ્મીરમાં વાની ઠાર મરાયો એ પછી કરફયુ લદાયો છે. કરફયુમાં શાળા તો બંધ હોય તો ભણતરની ભુખ કઇ રીતે સંતોષવી ? કાશ્મીરના મોટાભાગના હિસ્સામાં હિંસાને પગલે કરફયુને કારણે શાળાઓ બંધ થઇ ગઇ છે. ગય નવમી જુલાઇથી ત્યાં અજંપો ચાલી રહ્યો છે. બુરહાન વાની ઠાર મરાયા બાદ ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્યાં 60થી વધુ લોકો માર્યા ગયા છે,તો હજારોને ઇજા થઇ છે. કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને તાલિમ આપીને લોહીની નદી વહાવતું રહ્યું છે. પાકિસ્તાન છેલ્લા સાત દાયકા દરમ્યાન ભારત પાસેથી કાશ્મીર પડાવી લેવા માટે ચાર યુધ્ધ કરી ચૂક્યું છે, તો યુધ્ધમાં તો ભારત સામે પરાિજત થયું છે, તો પાકિસ્તાને પ્રોક્સી વોર છેડીને કાશ્મીરને ધરતી પરનું નર્કાગાર કરી નાંખ્યું છે. એ સંજોગોમાં બાળકો ભણી ન શકે એવી સ્થિતિ પેદા થઇ છે. શાળાઓ બંધ છે. છેલ્લા એકાદ મહિનાથી કાશ્મીરમાં આ સ્થિતિ છે, ત્યારે શું બાળકોએ ભણતર ઉપર મીંડું મૂકી દેવાનું ? ના હ...

સિંધૂને રીયોમાં રજત ચંદ્રક, વિશ્વ ચેમ્પિયન કેરોલિનાને ગોલ્ડ

છબી
સિંધૂને રીયોમાં રજત ચંદ્રક, વિશ્વ ચેમ્પિયન કેરોલિનાને ગોલ્ડ ઓફકોર્સ, આપણે બધ્ધાએ એવી આશા રાખી હતી કે આપણી સિંઘૂને ગોલ્ડ મેડલ મળે. પરંતુ એમ ન થયું. કદાચ, સિંધૂ માટે આજનો દિવસ ન હતો. એવું પણ બને કે સામે છેડે વિશ્વ ચેમ્પિયન હોવાને કારણે એ મનોદબાણ પણ રહ્યું હોય.હા, રીયોથી હજારો કિલોમીટર દૂર રહીને આપણે દિવાનખાનામાં ટીવી ઉપર મેચ જોઇને ટીપ્પણી કરીએ કે સિંધૂ બરાબર રમી નહીં. પણ એ તો મેદાનમાં વિશ્વ ચેમ્પિયન સામે રમો અને તે પણ ઓલિમ્પિક જેવી મોટી ગેઇમની ફાઇનલ હોય ત્યારે જ ખબર પડે કે પ્રેશર કેવું રહે. વેલ, આ તમામ સાચું છતાં એટલું જરૂર કહી શકાય કે સિંધૂ સેમીફાઇનલમાં જેવું આક્રમક રમી હતી એવું આક્રમક તે આજે ફાઇનલમાં રમી હોત તો ગોલ્ડ જરૂર મેળવી ગઇ હોત. પહેલી ગેઇમમાં તે પાછળથી કેરોલિનને હંફાવી ગઇ હતી.પરંતુ એ પછીની બે ગેઇમમાં સિંધૂ કેરોલિનાને હંફાવી શકી નહીં. સરવાળે તેનો પરાજય થયો. વેલ, ઓલિમ્પિકની બેડમીંટનમાં ફાઇનલ સુધી પણ આજ સુધી એકે ભારતીય મહિલા ખેલાડી પહોંચી શકી નથી, ત્યારે પી.વી.ની એ સિધ્ધિ તો મહામૂલી જ છે. આજ સુધી એકે ભારતીય મહિલા બેડમીંટનમાં રજત ચંદ્રક પણ મેળવી શકી નથી. હા, હજુ તો સિં...

રીયોમાં સિંધુનો સપાટો, રજત ચંદ્રક તો નિશ્ચિત

છબી
સિંધુનો સપાટો, રજત ચંદ્રક તો નિશ્ચિત આખરે સાક્સીની રેસિલંગમાં કાંસ્ય ચંદ્રક મળ્યો એ બાદ આજે રીયો ઓલિમ્પિકમાં બેડિમંગ્ટનની સેમીફાઇનલમાં જપાનની ઓકૂહારાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ઓલિમ્પિકમાં બેડિમંગ્ટનની ફાઇનલમાં પહોંચનારી સિંધુ પહેલી મહિલા ભારતીય છે. આ પહેલાં 2012ની લંડન ઓલિમ્પિકમાં સાયેના નેહવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આજે પહેલી મેચમાં ઓકૂહારાને સિંધુએ 21-19થી હરાવી હતી. એ મેચ ખૂબ જ ટક્કરવાળી હતી, પરંતુ બીજી મેચમાં તો સિંધુ ખૂબ જ આક્રમક તેવરમાં હતી અને તેણે ઓકૂહારાને 21-10થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ફાઇનલમાં સિંધૂનો મુકાબલો સ્વિડન સામે રમશે.સેમીફાઇનલમાં વિજય સાથે સિંધુને કમસે કમ રજત ચંદ્રક તો મળશે જ.

માછલીનું મૃત્યુ – રણથંભોર અભ્યારણ માટે શોક

છબી
માછલીનું મૃત્યુ – રણથંભોર શોકમગ્ન એક તરફ સાક્ષી મલિકે ભારત માટે કાંસ્ય ચંદ્રક જીત્યાનો ખુશીનો માહોલ હતો, ત્યાં જ રણથંભોરથી શોકજનક સમાચાર આવ્યા કે, માછલીનું મૃત્યુ થયું છે. યસ્સ માછલી એટલે રણથંભોરની માનીતી અને જાણીતી વાઘણ. વિશ્વની સૈાથી વૃધ્ધ વાઘણ અને સૌથી વધુ ફોટોગ્રાફ જેના લેવાયા છે, એવી વાઘણ. સામાન્ય રીતે વાઘ- વાઘણનું આયુષ્ય પંદેરક વર્ષ હોય છે. પરંતુ એ મર્યાદા ઓળંગીને માછલીએ 19 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યું છે.માથા પર માછલી જેવું ચિહ્ન હોવાને કારણે તેનું નામ માછલી પડયું હતું. તે સૈા પહેલાં ઝાલારા વિસ્તારમાં જોવા મળી હતી. એ પછી તો તેણે રાજબાગ, તાબાખાન, પદમ તળાવ અને મિલક તળાવ વિસ્તારને પોતાનો બનાવી દીધો હતો. માછલીનું આકર્ષણ એટલા માટે વધુ હતું કે આ સદીની શરૂઆતમાં રણથંભોરમાં વાઘની વસ્તી ઘટી રહી હતી અને એ અભ્યારણમાં ભાગ્યેજ તેના દર્શન થતા હતા, તેથી કંટાળેલા પ્રકૃત્તિપ્રેમીઓ રણથંભોર આવતા બંધ થવા માંડયા હતા. યાદ રહે કે 2000ની સાલમાં અહીં ફક્ત 15 વાઘ હતા, જ્યારે આજે પચાસથી વધુ વાઘ જોવા મળે છે. આજે રણથંભોરમાં જે વાઘો જોવા મળે છે, તેને માટે પણ આપણે માછલીનો જ આભાર માનવો પડે.માછલીએ ...

મહિલા શક્તિ – રીયોમાં ભારતને પહેલો ચંદ્રક સાક્ષીએ અપાવ્યો

છબી
મહિલા શક્તિ – રીયોમાં ભારતને પહેલો ચંદ્રક સાક્ષીએ અપાવ્યો સાક્ષી મલિકને છેલ્લા પંદર દિવસથી રીયો ઓલિમ્પિકમાં ભારતના ચંદ્રકના દુકાળને દૂર કરવામાં સફળતા મળી છે. રીયો ઓલિમ્પિકમાં ભારતને પહેલો ચંદ્રક પહેલવાન સાક્ષીએ અપાવ્યો છે.સાક્ષી એ ભારત વતી પહેલો ચંદ્રક કુસ્તીમાં જીતી લઇને એક અનોખો વિક્રમ કર્યો છે. તે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારી ચોથી ભારતીય મહિલા ખેલાડી બની છે. ભારતની પહેલી મહિલા કુસ્તીબાજ છે, જે ઓલિમ્પિકમાં ચંદ્રક જીતી શકી છે.ભારત આઝાદ થયું એ પછી ઓલિમ્પિકમાં ભારતનો આ 25મો ચંદ્રક છે, એ પણ સાક્ષીનું જ સૈાભાગ્ય ગણાય ને ? સાક્ષીના પિતા સુખવીર મલિક દિલ્હીમાં બસ કંડકટર છે અને તેની માતા સુદેશ મલિક આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે. કહેવાનો મતલબ એ જ કે સાક્ષીએ બાળપણમાં જે લક્સય નક્કી કર્યું હતું, તે તેણે મહેનત અને ધગશથી પાર પાડયું છે. તેના જન્મ સાથે જ તેની માતા સુખેશને નોકરી મળી હતી, તો પિતા તો નોકરી કરતા જ હતા, તેથી જ સાક્ષીને સાચવનારૂં કોઇ ન હતું, તેથી તેને દાદા- દાદી પાસે રાખવામાં આવી હતી. દાદા પહેલવાન હતા અને તેથી જ તેમને જાણનારાઓ તેમને કેમ છો પહેલવાનજી કહીને સંબોધતા હતા અન...

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

છબી
મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો સ્વાતંત્ર્ય પર્વે પ્રજાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમંત દેખાડીને  પાકિસ્તાનને અરીસો દેખાડી દીધો હતો. એમ પણ ભારતના એકે વડાપ્રધાને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરની જ મંત્રણા કરવાની રહે છે, એવું ખોંખારીને પાકિસ્તાનને સંભળાવી દીધું ન હતું, એ કડવી દવા પાવાનું કામ પણ મોદીએ કર્યું હતું, એ પછી બે જ દિવસમાં સ્વાતંત્ર્ય પર્વે પોતાના સંબોધનમાં બલુચિસ્તાન, ગિલિગટ અને બાલ્ટીસ્તાનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને સણસણતો તમાચો દિલ્હીમાં બેઠા બેઠા ચોડી દીધો છે. 15મી ઓગષ્ટે મોદીજીએ પોતાના સંબોધનમાં બલુચિસ્તાનમાં ચાલતી લડતના સંકેત આપીને પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું છે. ખાસ કરીને કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે છેડીને પાકિસ્તાન કાશ્મીરમાં ભારત દ્વારા કરાતા કથીત અત્યાચાર અંગે ગેરપ્રચાર કરતું રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને શરમીંદુ કરવા પ્રયાસ કરતું રહ્યું છે. મોદીએ પાકિસ્તાનને તેની જ દવા પીવડાવી દીધી છે, એ સાથે જ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન કેમ એટલું બધું ખળભળી ગયું ? બલુચિસ્તાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ...

એવા કેટલાક દેશો જે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત રીયોમાં મેડલ જીતી ગયા

છબી
એવા કેટલાક દેશો જે ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલી વખત રીયોમાં મેડલ જીતી ગયા રીયો જાઓ, સેલ્ફી લો અને ખાલી હાથે ( મેડલ જીત્યા વિના ) પાછા ફરો... તક અને પૈસા બંનેની બરબાદી. શોભા ડે એ ગઇ તા. 8મીએ આ મતલબનું ટ્વીટ કર્યું તે સાથે જ ચોમેર ફિટકાર વરસ્યો. સ્વાભાવિક છે કે આપણા ખેલાડીઓ કાંઇ રીયો ફરવા તો ગયા જ નથી, પરંતુ ઓલિમ્પિકમાં તેમનો પનો ટૂંકો પડ્યો એ વાત આ લેખ લખાય છે, ત્યારે તો સાચી જ છે. શોભા ડે ખેલાડીઓને સમજી જ શક્યા નથી. કોઇ પણ ખેલાડી માટે ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ જીવનભરનું સપનું હોય છે, તે સાકાર કરવા માટે તેઓ મચી પડતા હોય છે. એ અલગ વાત છે કે બધા ખેલાડીઓનું એ શમણું સાચું પડતું નથી.ભારતને અત્યાર સુધીમાં એકે મેડલ મળ્યો નથી, ત્યારે એવા પણ કેટલાય દેશો છે, જેમને કોઇએ ગણતરીમાં લીધા ન હતા, છતાં રીયોમાં તેમને પહેલી વખત મેડલ મળ્યો છે.એમાંય વળી એકાદ બે દેશ તો એવા છે, જેના નામો પણ તમે સાંભળ્યા નહીં જ હોય. ઓલિમ્પિકમાં મેડલ જીતવો હવે કપરો થઇ જાય છે. ભલભલા મહારથીઓના પાણી અહીં મપાઇ જતા હોય છે. આકરી મહેનત અને એ પછી પણ દિવસ સારો ઉગે તો જ મેડલ ગળામાં મળે નહીં તો જરા ગલતી પણ ચંદ્રક છીનવી જાય....

અપશબ્દ બોલવાનું અપલખ્ખણ કેમ ?

છબી
અપશબ્દ બોલવાનું અપલખ્ખણ કેમ ? બે.... ચાર અકસરની એક ગાળ હવામાં ગૂંજી ઉઠી દોઢેક દાયકા પહેલાંનું એ દૃશ્ય... એક પટાવાળો એક કારકૂન સાથે ઝઘડી પડ્યો, ને ગાળા ગાળી થઇ ગઇ. એટલામાં એ અખબારી કચેરીમાં કામ કરતાં મૂર્ધન્ય સાહિત્યકારે ગાળા ગાળી ન કરવા માટે હાંક મારી હતી. થોડા સમય બાદ એ પટાવાળો એક સિનિયર સબ એડિટર પાસે આવીને કહે કે , હું ક્યાં ગાળ બોલ્યો હતો . એ સબે તેને સમજાવ્યું કે, તું જે ચાર અકસર બોલ્યો તેને ગાળ જ કહેવાય.કહેવાનો મતલબ એ જ કે સુરતમાં તો ગાળ અલ્પિવરામ, પૂર્ણિવરામની જેમ એવી તે બોલાય છે કે તે અપશબ્દ કહેવાય એવું પણ ઝટ સમજમાં આવતું નથી.ગાળ ફકત સુરત કે ગુજરાતમાં જ બોલાય છે એવું નથી , આખી દુનિયામાં ગાળ બોલાય છે.આપણી દૈનિક બોલચાલમાં વળી અપશબ્દોનું અપલખ્ખણ ક્યાંથી ઘૂસી આવ્યું હશે ? આ પ્રશ્ન સ્હેજે થાય એમ છે. આજે તો દુનિયાભરમાં ગાળ બોલવી એ જાણે એક ફેશન થઇ ગઇ છે.ગાળ બોલવી એ કોઇ જાતિ, વિસ્તાર કે ધર્મનું લક્સણ નથી. પરંતુ ગાળ બોલવા માટે કોઇ જ સરહદ નડતી નથી. વળી ગાળ અભણ જ બોલે એમ પણ માનશો નહીં, ભણેલાગણેલાઓની સંખ્યા જ્યાં વધુ છે, એવા વિસ્તારોમાં પણ ગાળ બહુ છુટથી બોલાય છે. આપણે ...
છબી
હોકીમાં ભારત અને કેનેડાની મેચ ડ્રો રીયો ઓલિમ્પિકની હોકીમાં ભારતની આજે છેલ્લી લીગ મેચ હતી અને એ પણ કેનેડા સામે.પરંતુ કેનેડાની ફેસર્સ ટીમ સામે પણ ભારતીય ખેલાડીઓ ખાસ કૈાવત દેખાડી શકયા નહીં. ગ્રાઉન્ડ ગોલ કરવાની એક કરતાં વધુ તકો ભારતીય ખેલાડીઓએ રોળી નાંખી, તો પેનલ્ટી કોર્નરની તકો પણ ગોલમાં ફેરવી શકાય નહીં, સરવાળે કેનેડા જેવી બેબી ટીમ સામે ભારતે માંડ ડ્રોથી સંતોષ માનવો પડયો હતો.  આજે ભારત તમામ મોરચે ધાર્યો દેખાવ કરી શક્યું ન હતું. અગ્રીમ હરોળના ખેલાડીઓ ગોલ પોસ્ટ સુધી પહોંચવા છતાં ગોલ દાગી શકયા ન હતા. માંડ પેનલ્ટી કોર્નર મળવાને કારણે ભારતનું ખાતું ખુલી શકયું હતું. જો કે કેનેડાએ તરત જ બદલો લઇને ભારતની ખુશી છીનવી લીધી હતી. એ પછી બીજા એક પેનલ્ટી કોર્નરમાં ગોલ ફટકારવામાં ભારતને સફળતા મળી હતી. પરંતુ કેનેડાએ ફરીથી થોડા જ સમયમાં બે ગોલની બરાબરી કરી લીધી હતી. એ પછી તો મેચ પૂરી કરવાની ફોર્માલીટી જ પૂરી થઇ હતી. એક બે નહીં પૂરા પાંચ પેનલ્ટી કોર્નરમાંથી માંડ બે જ પેનલ્ટી કોર્નર જ ગોલમાં પરિવર્તીત કરી શકી હતી.વેલ, એ સાથે જ હવે રીયો હોકીમાં લીગ મેચ ભારતની પૂરી થાય છે. કેનેડા પૂલ બીમાં ભારત...

ઓલિમ્પિકમાં ભારતની આગેકૂચ - હોકીમાં આર્જેન્ટિનાને હરાવ્યું

છબી
રીયો ખાતે ઓલિમ્પિકમાં હોકીની એક મેચમાં ભારતે આર્જેન્ટિનાને આજે હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ લિગ મેચમાં ભારતે બે મેચમાં વિજય મેળવ્યા છે, જ્યારે એક મેચ ડ્રો થઇ છે. હવે આગામી ગુરૂવારે ભારત નેધરલેન્ડસ સામે રમશે. ભારત પુલ બીમાં છે, જેમાં હવે તે બીજા ક્રમે પહોંચી ગયું છે. આ પુલમાં પ્રથમ ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. આજની મેચમાં ભારતના િચંગલેનશાનાએ મેચની 29મી મીનીટમાં પેનલ્ટી કોર્નરમાં પહેલો ગોલ કર્યાે હતો. એ પછી 35મી મીનીટમાં કોથાજિત સિંહે બીજો એક ગોલ ફટકારીને ભારતને 2-0થી આગળ વધાર્યુ હતું, જો કે 49મી મીનીટે આર્જેન્ટિનાના ગોન્ઝાલો પીલાટે એક ગોલ ફટકારીને મેચ 2-1થી પુરી કરવામાં સફળતા મળી હતી. હવે ભારત માટે હોકીમાં આગળ વધવાની આશા જાગી છે.ઓલિમ્પિકમાં ભારતનું નામ હોકીમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. એક બે નહીં પુરી આઠ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતી આવી હતી. એ સમય એવો હતો કે ત્યારે ઓલિમ્પિક એટલે ફકત હોકીની મેચ જ એવું ભારત માટે કહેવાતું.ભારતનું એ કાૈવત જાણે હણાઇ ગયું હોય એમ હવે હોકીમાં ધોવાણ થઇ ગયું છે, એ માટે પણ રાજકારણને જ જવાબદાર ગણવું પડે એમ છે.હોકી સંઘમાં જે રાજકિય...