ઓલિમ્પિકમાં ભારતની આગેકૂચ - હોકીમાં આર્જેન્ટિનાને હરાવ્યું
રીયો ખાતે ઓલિમ્પિકમાં હોકીની એક મેચમાં ભારતે આર્જેન્ટિનાને આજે હરાવ્યું હતું. આ સાથે જ ત્રણ લિગ મેચમાં ભારતે બે મેચમાં વિજય મેળવ્યા છે, જ્યારે એક મેચ ડ્રો થઇ છે. હવે આગામી ગુરૂવારે ભારત નેધરલેન્ડસ સામે રમશે. ભારત પુલ બીમાં છે, જેમાં હવે તે બીજા ક્રમે પહોંચી ગયું છે. આ પુલમાં પ્રથમ ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.
આજની મેચમાં ભારતના િચંગલેનશાનાએ મેચની 29મી મીનીટમાં પેનલ્ટી કોર્નરમાં પહેલો ગોલ કર્યાે હતો. એ પછી 35મી મીનીટમાં કોથાજિત સિંહે બીજો એક ગોલ ફટકારીને ભારતને 2-0થી આગળ વધાર્યુ હતું, જો કે 49મી મીનીટે આર્જેન્ટિનાના ગોન્ઝાલો પીલાટે એક ગોલ ફટકારીને મેચ 2-1થી પુરી કરવામાં સફળતા મળી હતી.
હવે ભારત માટે હોકીમાં આગળ વધવાની આશા જાગી છે.ઓલિમ્પિકમાં ભારતનું નામ હોકીમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. એક બે નહીં પુરી આઠ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતી આવી હતી. એ સમય એવો હતો કે ત્યારે ઓલિમ્પિક એટલે ફકત હોકીની મેચ જ એવું ભારત માટે કહેવાતું.ભારતનું એ કાૈવત જાણે હણાઇ ગયું હોય એમ હવે હોકીમાં ધોવાણ થઇ ગયું છે, એ માટે પણ રાજકારણને જ જવાબદાર ગણવું પડે એમ છે.હોકી સંઘમાં જે રાજકિય રમતો રમાતી થઇ, તેની સીધી અસર ખેલાડીઓની પસંદગી ઉપર થઇ સરવાળે એમાં હોકીને ભરપુર નુકશાન થયું, તેની સાથે સાથે હોકીમાં ટર્ફનો ઉપયોગ શરૂ થયો. હોકીનું મેદાન કૃત્રિમ બનવા માંડયું, જેના ઉપર ઝડપ પામવી ભારતીય ખેલાડીઓને મુશ્કેલ પડવા માંડી હતી. સાથે સાથે આ કૃત્રિમ મેદાનની બીજી ખાસિયતો પણ ભારતને કનડતી રહી હતી. સરવાળે મોસ્કો ઓલિમ્પિક પછી ભારતનું પ્રદર્શન કથળવા માંડયું હતું. એ અલગ વાત છે કે અજલન શા હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ બળુકો દેખાવ કરતી રહી છે, પરંતુ હોકીનો એ સુવર્ણ યુગ તો ફરી આવ્યો જ નથી, આશા રાખીએ કે આ વર્ષે રીયોમાં ભારતીય ટીમ દેશવાસીઓની આશાને નિરાશામાં નહીં જ ફેરવી દે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો