કાશ્મીરમાં ચલો સ્કુલ, કરફ્યુમેં મસ્જિદ- લગ્નહોલ મેં પઢે



કાશ્મીરમાં ચલો સ્કુલ, કરફ્યુમેં મસ્જિદ- લગ્નહોલ મેં પઢે

શિક્સણ જ સબ દર્દોકી દવા હૈ, એ વાત હવે કોઇને સમજાવવી પડે એમ નથી. એ વાત કાશ્મીરમાં પણ બધા જ જાણે છે. કદાચ, તેથી જ કાશ્મીરમાં વાની ઠાર મરાયો એ પછી કરફયુ લદાયો છે. કરફયુમાં શાળા તો બંધ હોય તો ભણતરની ભુખ કઇ રીતે સંતોષવી ?

કાશ્મીરના મોટાભાગના હિસ્સામાં હિંસાને પગલે કરફયુને કારણે શાળાઓ બંધ થઇ ગઇ છે. ગય નવમી જુલાઇથી ત્યાં અજંપો ચાલી રહ્યો છે. બુરહાન વાની ઠાર મરાયા બાદ ત્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્યાં 60થી વધુ લોકો માર્યા ગયા છે,તો હજારોને ઇજા થઇ છે. કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદીઓને તાલિમ આપીને લોહીની નદી વહાવતું રહ્યું છે. પાકિસ્તાન છેલ્લા સાત દાયકા દરમ્યાન ભારત પાસેથી કાશ્મીર પડાવી લેવા માટે ચાર યુધ્ધ કરી ચૂક્યું છે, તો યુધ્ધમાં તો ભારત સામે પરાિજત થયું છે, તો પાકિસ્તાને પ્રોક્સી વોર છેડીને કાશ્મીરને ધરતી પરનું નર્કાગાર કરી નાંખ્યું છે. એ સંજોગોમાં બાળકો ભણી ન શકે એવી સ્થિતિ પેદા થઇ છે. શાળાઓ બંધ છે.
છેલ્લા એકાદ મહિનાથી કાશ્મીરમાં આ સ્થિતિ છે, ત્યારે શું બાળકોએ ભણતર ઉપર મીંડું મૂકી દેવાનું ? ના હવે ત્યાં કેટવાય વોલિએન્ટરો પોતાના ઘરો કે મસ્જિદોમાં બાળકોને ભણાવી રહયા છે.શ્રીનગરના રૈનાવરી વિસ્તારની મસ્જિદમાં 200 વિદ્યાર્થીઓને સેવાભાવી શિક્સકો ભણાવે છે.ઉપરાંત વ્યવસાયિક ટ્યુટરો પણ ઇજનેરી તથા મેડિકલ જેવા વિષયો પણ ભણાવે છે.અહીં 20 યુવાનો બાળકોને ભણાવે છે.મસ્જિદમાં ચાલતી શાળાને અસલી શાળાએ ફર્નિચર પણ આપ્યું છે, જેથી બાળકોને ભણવામાં મુશ્કેલી નહીં પડે.કેટલીક શાળાઓ તો લગ્ન માટેના હોલમાં ચાલે છે કેમકે કરફયુને કારણે લગ્ન રદ થવા માંડયા છે, તેથી હોલ ખાલી જ પડ્યા છે.

કરફ્યુ અને હિંસાને કારણે બાળકોનું ભણતર નહીં બગડે એ માટેની કેટલાક યુવાનોની ચિંતા સ્વાભાવિક છે, ત્યારે સાથે સાથે કાશ્મીરમાં હિંસા જ ખત્મ થઇ જાય એ માટે પણ પ્રયાસ થવા જોઇએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા