પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીય જવાનોની શૌર્યગાથાની 9 / 11 આપણને યાદ નથી રહેતી

છબી
આજે 11 સપ્ટેમ્બર... આજે આપણે નાઇન ઇલેવનને યાદ કરી લઇએ છીએ. યસ્સ નાઇન ઇલેવન એટલે અમેરિકાના world ટ્રેડ સેન્ટર ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીની અહીં વાત કરવી નથી. આપણા નરબંકાઓએ આજે જ ચીનના સિક્કિમ સેકટર ઉપર થયેલા હુમલાનો વળતો જવાબ આપીને ચીનાઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. સગતસિંહે નાથુ લા ખાલું કરવાનો નન્નો ભણી દઇને ચીનના સૈન્યનો જે શૌર્યથી જવાબ આપ્યો હતો કે આજે પણ નાથુ લા અને ચો લા આપણા કબ્જામાં છે. એ શૌર્યગાથાની નાઇન ઇલેવન આપણને યાદ રહેતી નથી, એ પણ કરૂણતા જ કહેવાય ને ? ચીન ઉપરના એ વિજયને આજે પચાસ વર્ષ પૂરા થાય છે, ત્યારે નરબંકાઓને યાદ કરવાનું આપણને કેમ સુઝતું નથી ? બરાબર પચાસ વર્ષ પહેલાં ભારતીય જવાનોએ ચીનના લાલ લશ્કરને ઊભી પૂંછડીએ ભગાડ્યું હતું, એમ કહીએ તો કદાચ આજે સૈાને નવાઇ લાગે. 1962માં ચીન સામે ભારતના પરાજય પછી પાંચ જ વર્ષમાં ચીનને આપણા નરબંકાઓ હરાવી જાય એ નવાઇ લાગે એવી તો વાત છે જ. હા, નાથુ લા અને ચો લા, એમ સિક્કિમની સરહદે આવેલા બે ઘાટ ઉપર ભારતીય સૈનિકોએ ચીનને ઠમકોરી નાંખ્યું હતું. પાંચ વર્ષ પહેલાંના ચીનના વિજયના નશાને ઉતારી નાંખ્યો હતો. પરંતુ કમનસીબે આપણે ચીન સામેના 196ના...

દિવ્યાંગ મરીયપ્પને ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો

છબી
મરીયપ્પન.. જી હાં મયપ્પન નહીં. મયપ્પન તો આઇપીએલનો મોટ્ટો ખેલાડી હતો, તેની વાત અહીં નથી. અહીં તો મરીયપ્પનની વાત કરવી છે. મરીયપ્પન એટલે મરીયપ્પન થંગાવેલુ. એક પગ ગુમાવવા છતાં રીયો ખાતે હાલમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ઊંચા કૂદકાની સ્પર્ધામાં દેશ માટે સુવર્ણ ચંદ્રક જીતી લાવ્યો છે. રીયો ખાતે હાલમાં જ સમર ઓલિમ્પિક પૂરી થઇ છે. ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૈાથી વધુ ખેલાડીઓ મોકલ્યા હતા. પરંતુ આ ખેલાડીઓમાં બે મહિલા ખેલાડીઓ – પી.વી.સંધુ અને સાક્ષી મલિક સિવાયના તમામ ખેલાડીઓ ખાલી હાથે પાછા ફર્યા છે. હવે એ જ રીયોમાં દિવ્યાંગો માટેનો ઓલિમ્પિક શરૂ થયો છે. પેરાલિમ્પિકના બીજા જ દિવસે ભારતના મરીયપ્પન થંગાવેલુએ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. મરીયપ્પનની વાત પણ અનેરી છે. અત્યારે 21 વર્ષનો મરીયપ્પન જ્યારે માંડ પાંચ વર્ષનો હતો. એ વખતે બીજા બાળકોની જેમ એ પણ ઘરની બહાર રસ્તા ઉપર રમતો હતો.  એ વખતે એક સરકારી બસે તેને અડફટે લીધો અને તેમાં તેણે પગ ગુમાવવો પડયો. સરકારી બસ હોવા છતાં મરીયપ્પનને હજુ સુધી કોઇ જ વળતર મળ્યું નથી. વળતર માટેનો કેસ છેલ્લા દોઢ દાયકાથી વધુ સમય માટે ચાલી રહ્યો છે. આમ...

સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન સાથેના જીએસએલવીનું સફળ પ્રસ્થાન

છબી
આખરે, જીએસએલવી ઇસરો કોમ્યુનીટીમાં નોટીબોય એટલે કે તોફાની બારકસ તરીકે જાણિતું હતું, પણ હવે સફળતાની હેટ્રીક સાથે જીએસએલવી ઇસરોના ભરોસાપાત્ર વાહનોમાં સ્થાન મેળવી લેશે. 8મી સપ્ટેમ્બર 2016ના રોજ 20 મિનિટના વિલંબ બાદ હાથ ધરાયેલા પ્રસ્થાને સફળતાપૂર્વક ઇન્સ્ટેટ – 3ડીઆર ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. એ સાથે જ ઇસરોએ ક્રાયોજિનક એન્જિનની સફળતાપૂર્વક ટેકનોલોજી વિકસાવી લીધી હતી. આજે ટીવી પરથી સફળતાપૂર્વક આ લોન્ચને જોતાં જોતાં મને શ્રીહિરકોટાનો પ્રવાસ યાદ આવી ગયો. 2013ની 5મી નવેમ્બરે માર્સ ઓર્બિટરને અવકાશમાં રવાના કરવાનું હતું. એ લોન્ચ માટે મને શ્રીહરિકોટા અવકાશ મથકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. નવા વર્ષની સવારે રવાના થયો અને એ સાંજે બેંગ્લુરૂ ખાતેના અંતરિકસ ભવન ખાતે પહોંચવાનું થયું હતું. હા, ભાષાની મોટી મુશ્કેલી હતી. પરંતુ મારી સાથે મુંબઇથી એક આધેડ દંપતિ આવ્યું હતું. તેઓએ મને અડધા માર્ગ સુધી લીફટ આપી અને એ પછી વાસન હોસ્પિટલની બાજુમાં આવેલા ભવનને શોધવામાં થોડી તકલીફ પડી હતી. આખરે, ત્યાં જઇને શ્રીહરિકોટા જવા માટે જરૂરી કાર્યવાહી પૂરી કરી અને એ રાત્રીનું રોકાણ બેંગ્લુરુની એક હોટલમા...

તબીબો પણ મમ્મીની શક્તિ સમક્ષ ઝુકી ગયા

છબી
photo courtesy pinterest.com તમારા ગર્ભમાં જે સંતાન ઉછરી રહ્યું છે, તેને એકટોપિયા કોર્ડિસનો રોગ થયો છે. એટલે ? એટલે કે દસ લાખ બાળકોમાં આઠ બાળકોને જે રોગ થાય છે, એવો રોગ તમારા બાળકને લાગુ પડયો છે. આ રોગમાં બાળકનું હ્રદય શરીરમાં પાંસળી હેઠળ વિકસવાને બદલે બહાર વિકસે છે. તો ? એટલે જો બાળક બચી જાય તો પણ તે ભાગ્યે જ બોલી કે ચાલી શકશે એટલે એક જ સારો માર્ગ છે કે ગર્ભપાત કરાવી નાંખો.                             ૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤૤     તબીબ પહેલી વખત માતા બનનારી યુવતીને કહી દે તો તેના શમણાં તૂટી જ પડે. હા, આજના સોનોગ્રાફીના જમાનામાં તબીબો ગર્ભમાં રહેલા બાળકનાં અંગો અંગે પૂરતી જાણકારી મેળવી શકે છે, ત્યારે કોઇ ખાસ બિમારી બાળકને વળગી હોય તો સ્હેજે માતા- પિતાને એમ થાય કે બાળક જન્મીને અપંગ બની બિચારૂં બની રહે એના કરતાં ન જન્મે તો સારૂં અને ઘણાં દંપતી ગર્ભપાતનો નિર્ણય લઇ પણ લેતા હોય છે. પરંતુ 30 વર્ષની અમેરિકાના ઓહિયોની વેહમેનને તબીબન...

જે સમાજમાં શિક્ષકોને મજુરો કરતાં ઓછો રોજ ( દૈનિક મહેનતાણું ) મળતો હોય એ સમાજ દયનીય

છબી
આજે શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે. એક સમયે ચાણક્યે કહેલું કે, શિક્ષક કભી સાધારણ મનુષ્ય નહીં હોતા, સર્જન ઐાર વિનાશ ઉસકે હાથોમેં ખેલતે હૈ. પરંતુ આપણે ત્યાં આજે શિક્ષક સાધારણ થઇ ગયો છે. ક્યાંક સમયસર વેતન મળતું નથી, તો ક્યાંક પૂરતો પગાર અપાતો નથી. જ્યાં સામાન્ય ખેતમજુરને 350 રૂપિયાનો રોજ આપવાનું સરકાર નક્કી કરે છે, ત્યારે બીજી તરફ કેટલાય શિક્ષકો તેના કરતાં ઓછા રોજે નોકરી કરે છે. જે સમાજમાં ન્યૂનતમ રોજગારી કરતાં ઓછું વેતન શિક્ષકને મળતું હોય, એ સમાજનો ઉધ્ધાર થઇ શકે ખરો હા, ફકત વાંક સરકારનો કાઢવા જેવો નથી. આજની સ્થિતિ માટે શિક્ષક પોતે પણ જવાબદાર એટલો જ છે. તેનું દિલ બાળકોમાં સંસ્કાર અને શિક્ષણની હરિયાળી ઉગાડવામાંથી ઉઠી ગયું છે. તે ફકત ઊંચા પગારે નોકરી કરવામાં કે ટયુશન કરીને અધધ રળી લેવામાં જ મશગુલ થઇ ગયો છે, તેને કારણે જ તેણે સમાજમાંથી તેની જે ઇજ્જત હતી, તે ખોઇ નાંખી છે. આજે બિહારમાં લગભગ ચાર લાખ ટીચર્સ સમયસર વેતન ન મળતું હોવાને કારણે અપમાન દિવસ ઉજવી રહ્યા છે. ક્યારેક આઠ મહિને કે ક્યારેક પાંચ મહિને પગાર મળતો હોય, ત્યારે એ શિક્ષક બાળકોને ભણાવવામાં શું દિલ રેડી શકે ? શિક્ષકનું કામ તો આવત...

વિયેતનામને ડેલે હાથ દઇને મોદીએ ચીનને ચેકમેટ કર્યું

છબી
ચોથીથી જી-20 દેશોની મીટીંગમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ચીનની મુલાકાતે જશે. જો કે અત્યાર સુધી એક સાથે બે- ત્રણ દેશોની મુલાકાત મોદી લેતા રહ્યા છે, તેમ ચીન પહોંચતા પહેલાં તેમણે ઇજીપ્ત અને વિયેતનામની મુલાકાત પણ આયોજિત કરી હતી. ઇજીપ્તની મુલાકાતથી કોઇ ખાસ હલચલ થઇ નથી, પરંતુ ચીન જતાં પહેલાં એક દિવસ માટે વિયેતનામની મુલાકાત લઇને મોદીએ ચીનને જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાનમાં બલુચીસ્તાનનું ઉબાડિયું ચાંપી દઇને નહેલે પે દહેલા કરનારા મોદીએ હવે વિયેતનામની મુલાકાત લઇને ચીનને પણ સખણા રહેવા માટે શાનમાં સમજાવી દીધું છે. યાદ રહે કે ચીન અને વિયેતનામ વચ્ચે સબંધો બહુ સારા નથી. અત્યારે પણ તે બંને વચ્ચે દક્સિણી ચીની સમુદ્ર મામલે સંઘર્ષ ચાલે છે, તો આ પહેલાં બંને વચ્ચે ત્રણ વખત સંઘર્ષ થઇ ચૂક્યા છે અને તેમાં વિયેતનામે ચીનને કસીને જવાબ આપ્યો છે. યાદ રહે કે વિયેતનામ છે ટચૂકડું, પણ અમેરિકા માટે પણ તે માથાનો દુઃખાવો બન્યું હતું અને ચાર દાયકા પહેલાં અમેરિકાએ પણ વિયેતનામમાં પરાજયનો સ્વાદ ચાખવો પડેલો.એ જ વિયેતનામના ભારત સાથે સારા સબંધ છે અને મોદીજીએ તેની ચીન સાથેની દુશ્મનીનો લાભ ભારતને મળે ...

બચકે રહેના બાબા.. ઝીકા વાઇરસનું જોખમ વધી રહ્યું છે.

છબી
ઝીંકા વાઇરસે એશિયામાં પગપેસારો કરી દીધો છે. સિંગાપોરમાં ઝીંકા વાઇરસના કેસો મળી આવ્યા છે, ત્યારે ભારતે મતલબ કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને ઝીંકા વાઇરસના સિંગાપોરમાં જે દર્દીઓ છે, તેમાં 13 દર્દીઓ ભારતીય છે.હવે ભારતે એ સાવચેતી રાખવી પડશે કે કોઇ પણ ઝીંકા વાઇરસનો બોગ બનેલો દર્દી ભારતમાં આવે નહીં. ઝીંકા વાઇરસ કેર વર્તાવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે એશિયાથી દૂર રહ્યો હતો. હવે જોખમ નજીક આવી રહ્યું છે. સિંગાપોરમાં 190 લોકોને ઝીંકા વાઇરસે પોતાના સકંજામાં લીધા છે, એમાંથી 13 દર્દીઓ ભારતીય છે. સિંગાપોરમાં વ્યાપારિકોની આવનજાવન બહુ રહે છે, તેને કારણે ત્યાંથી આ વાઇરસનો ચેપ વધી શકે એમ છે. એ સંજોગોમાં તબીબો માને છે કે ભારતમાં ઝીંકાનો વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે. વિજ્ઞાનીઓએ મુસાફરી, હવામાન અને મચ્છરોના ફેલાવેનો એશિયા અને આફ્રિકામાં અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું છે કે, ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ્યાં ગંદકીને કારણે મચ્છરોનો ફેલાવો સામાન્ય છે, ત્યારે દર વર્ષે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને યલો ફિવર જેવા રોગો ફેલાતા રહે છે, એ જોતાં ઝીંકા વાઇરસનો ફેલાવો થવા માટે પૂરતા પરિબળો હાજર છ...