બચકે રહેના બાબા.. ઝીકા વાઇરસનું જોખમ વધી રહ્યું છે.
ઝીંકા વાઇરસે એશિયામાં પગપેસારો કરી દીધો છે.
સિંગાપોરમાં ઝીંકા વાઇરસના કેસો મળી આવ્યા છે, ત્યારે ભારતે મતલબ કે આપણે સાવચેત
રહેવાની જરૂર છે. ખાસ કરીને ઝીંકા વાઇરસના સિંગાપોરમાં જે દર્દીઓ છે, તેમાં 13
દર્દીઓ ભારતીય છે.હવે ભારતે એ સાવચેતી રાખવી પડશે કે કોઇ પણ ઝીંકા વાઇરસનો બોગ
બનેલો દર્દી ભારતમાં આવે નહીં.
ઝીંકા વાઇરસ કેર
વર્તાવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે એશિયાથી દૂર રહ્યો હતો. હવે જોખમ નજીક આવી
રહ્યું છે. સિંગાપોરમાં 190 લોકોને ઝીંકા વાઇરસે પોતાના સકંજામાં લીધા છે, એમાંથી
13 દર્દીઓ ભારતીય છે. સિંગાપોરમાં વ્યાપારિકોની આવનજાવન બહુ રહે છે, તેને કારણે
ત્યાંથી આ વાઇરસનો ચેપ વધી શકે એમ છે. એ સંજોગોમાં તબીબો માને છે કે ભારતમાં
ઝીંકાનો વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે. વિજ્ઞાનીઓએ મુસાફરી, હવામાન અને મચ્છરોના
ફેલાવેનો એશિયા અને આફ્રિકામાં અભ્યાસ કરી એવું તારણ કાઢ્યું છે કે, ભારત, ચીન,
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જ્યાં ગંદકીને કારણે મચ્છરોનો ફેલાવો સામાન્ય છે,
ત્યારે દર વર્ષે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને યલો ફિવર જેવા રોગો ફેલાતા રહે છે, એ
જોતાં ઝીંકા વાઇરસનો ફેલાવો થવા માટે પૂરતા પરિબળો હાજર છે.એ સ્થિતિમાં આપણે
સાવચેત રહેવું પડશે.ભારત, ઇન્ડોનેશિયા અને નાઇજીરીયા જેવા દેશોમાંથી દર મહિને 5 હજાર
મુસાફરો ઝીંકાથી પ્રભાવિત વિસ્તારમાં આવ-જાવ કરે છે અને તેથી જ આ દેશોમાં ઝીંકાનું
જોખમ વધુ છે.
અત્યારે વિશ્વના 65થી વધુ દેશો તથા વિસ્તારો ઉપર
ઝીંકાનું જોખમ વર્તાઇ રહ્યું છે. મચ્છર કરડવાથીથી આ બિમારી ફેલાય છે.હાલમાં જ આફ્રિકામાં
તેણે ભરડો લીધો છે. આ બિમારીથી સૈાથી વધુ જોખમ પ્રેગનન્ટ મહિલાઓને છે. તેનો ચેપ
લાગવાથી બાળકોના મગજ અવિકસીત રહે છે.આ રોગનું જોખમ 2.2 અબજ લોકો ઉપર છે. એ સંજોગોમાં
આપણે આપણી આસપાસ ગંદકી થવા દેવી જોઇએ નહીં, જેથી મચ્છર પેદા જ થઇ ન શકે, એ જ ઉત્તમ
માર્ગ છે, ઝીંકાથી બચવાનો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો