પોસ્ટ્સ

ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી

છબી
  ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી સુખી રહેવું કે ખુશ રહેવું શક્ય છે ખરૂં ? લોકો ખુશ રહેવા કે સુખી થવા માટે આખી જીંદગી હડી કાઢતા હોય છે. આખી જીંદગી સુખ નામના મૃગજળ પાછળ ભાગતા રહે છે. એન્ડ ઓફ ધ ડે, સવાલ એ જ રહે કે શું હું ખરેખર સુખી છું ખરો ? જીવનમાં ખુશીની લહેર છે ખરી ? સુખી થવા માટે કોઇ ફોર્મ્યુલા ખરી ? સ્વાભાવિક છે કે બે ચાર દિવસથી કોઇ ભુખ્યું હોય અને તેને સુકો રોટલો મળી જાય તો પણ તેને પકવાન મળ્યા હોય એવી ખુશી થઇ જાય અને પકવાન ખાવા મળતા હોય તેને પકવાનને બદલે રોટલો પીરસાય તો તે દુઃખી દુઃખી થઇ જાય, સુકો રોટલો એકને સુખ આપે તો એ જ રોટલો બીજાને દુઃખી દુઃખી કરી નાંખે. એ જોતાં આનંદમાં રહેવા માટેની ટીપ્સ આપવી કેટલી મુશ્કેલ લાગે, છતાં એ હિંમત જાણિતા પત્રકાર ખુશવંત સિંહે કરી છે. તેમણે સુખ પામવા માટેની કેટલીક ટીપ્સ આપી છે. આપણા જેવા સાંસારિક માણસ માટે તો એ ટીપ્સ જ ઘણી ઉપયોગી થઇ પડે એવી છે ! તેમણે દસ ટીપ્સ આપી છે, જે તમે અપનાવો તો સુખના સાગરમાં મહાલતા થઇ જાવ. એકે એક ટીપ્સ ખૂબ ઉપયોગી છે. એ કારણથી જ તેની વિગતે ચર્ચા કરવી પડે. ખુશવંત સિંહ કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ...

લાંબુ જીવવાની આ રહી ટીપ્સ !

છબી
  લાંબુ જીવવાની આ રહી ટીપ્સ ! એ અલગ વાત છે કે ઘડપણ જો પરાધીન થઇને જીવવાનું હોય તો અભિશાપ બની રહે છે. પરંતુ 90 વર્ષના યુવાનો પણ જોયા છે, જેઓ પોતાના કામો જાતે જ કરી લે, બલ્કે નવું નવું પણ શીખતા રહે છે. એવું સક્રિય જીવન જીવવાનું મળે તો ઉંમર તો એક આંકડો જ બની રહે છે. એ વાત મોડે સમજાય, પણ સામાન્ય રીતે યુવાન હોઇએ ત્યારે જીવનની સદી મારવાની બધાને જ ઇચ્છા હોય છે. નિરાંતે વિચારો તો કશુંક સમાજને સારૂં આપી શકો, પરિવારને આપી શકો અને એક ઉદાહરણરૂપ બની શકો તો જીવન ગમે એટલા વર્ષનું હોય, બહુ ગમી શકે એવું જ રહે. આનંદ નામની ફિલ્મમાં રાજેશ ખન્નાનો ડાયલોગ છે, જીવન લાંબુ નહીં, પણ મહત્વનું હોવું જોઇએ. મતલબ કે વર્ષો ફળદાયી બનવા જોઇએ. આ તમામ વાતો બધા જ આપણે સમજીએ છીએ, છતાં ક્યાંકને ક્યાંક જીવન સંઘર્ષમાં વીતતું જાય અને તેને કારણે તે અભિશાપ જ બની રહેતું હોય છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી કુમુદબેન જોશી સાથે એક વખત વાત થઇ ત્યારે તેમને તંદુરસ્ત રહીને કઇ રીતે જીવી શકો એમ પૂછતાં તેમણે કહ્યું હતું કે, મોટા ભાગના લોકો જીવન દરમ્યાન બે છેડા ભેગા કરવાના સંઘર્ષમાં એવા તુટી જાય છે કે તેની અસર શરીર પડતી રહે છે. જો તંદુરસ્તી...

સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ કોણ છે ?

છબી
  સિલ્વર મેડલ વિ જ ેતા ભાવિના પટેલ કોણ છે ? ટોક્યો ખાતે પેરાલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય રમતગમત દિવસે ભારતને ગુ જ રાતની ભાવિના પટેલે સિલ્વર મેડલ અપાવીને તેની શાનદાર ઉ જ વણી કરી છે. પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં મેડલ અપાવનારી દેશની આ પહેલી ખેલાડી ભાવિના પટેલ કોણ છે ?                                પેરાલિમ્પિક એ ઓલિમ્પિક બાદ દિવ્યાંગ ખેલાડીઓ માટે યો જ ાતો રમતોત્સવ છે. ભારત 196 0 થી તેમાં ભાગ લે છે. એ ખરૂં કે ઓલિમ્પિક જ ેટલો પ્રચાર અને પ્રસાર પેરાલિમ્પિકનો થતો નથી, તેથી દિવ્યાંગ ખેલાડીઓના કૌશલ્યને જ ોવાનો લ્હાવો ખાસ મળતો નથી. દેશ માટે ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલો મેડલ જ ીતનારી ભાવિના પટેલ ગુ જ રાતના મહેસાણાની છે. બાળપણમાં તે પોલિયોનો ભોગ બની ગઇ અને તેને કારણે તેના પગ પંગુ બની ગયા હતા. એમ છતાં સુંધિયા ગામમાં શાળાકિય અભ્યાસ કર્યા બાદ તે આઇટીઆઇમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવી હતી. એ વખતે અભ્યાસની સાથે સાથે તેને ટેબલ ટેનિશ રમવાનો શોખ જ ાગ્યો. પરંતુ એ તમામ પ્રવત્તિ ભાવિના પટેલ...

ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો અધધ કામ થઇ શકે !

છબી
  ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો અધધ કામ થઇ શકે ! એક જ મિનિટ.. કોઇ પણ વાત હોય એટલે આ તકિયા કલામ મોમાંથી સરી પડે. પરંતુ આપણે પણ માની એ છીએ કે એક મિનિટમાં કશું થતું નથી. આંખનો પલકારો મારીએ એટલે એક મિનિટ થઇ જ ાય, એવું તમે માનો પણ ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો એટલા કામો થતા હોય છે કે એ જા ણી મોંમાં આંગળા નાંખવા પડે.                                  ઇન્ટરનેટ તો એક માધ્યમ છે, પરંતુ તેના પર આપણે ઇમેઇલ કરીએ, વોટ્સ એપ ચેટ કરીએ એવા તો કેટલાય કામો કરી નાંખીએ. વળી એ માધ્યમ તો વૈશ્વિક છે, તેથી એક મિનિટમાં એટલા કામો થતાં હોય કે અચંબામાં પડી જ વાય. ઇમેઇલની જ વાત કરીએ તો આ જ કાલ ટપાલ લખવી એ તો એલિયન કામ હોય એવું લાગે. હવે તો ઇમેઇલથી જ બધો પત્રવ્યવહાર ચાલે. એક બે મિનિટમાં તો આખી દુનિયામાં ગમે ત્યાં સંદેશો મોકલી શકાય. હવે પત્ર લખવાનું તો ભુલાઇ જા ય છે, બધા જ ઇમેઇલ કરતા હોય છે. જી મેલ, આઉટલૂક, યાહુ અને એઓએલ જે વી સાઇટ પરથી બધા એક બી જા ને ઇમેઇલ કરીને સંદેશાવ્યવહાર કરતા હોય છે. ત્યારે એક મિનિટમાં કેટલ...

કોરોનાની સાઇડ ઇફેક્ટ, 92 ટકા બાળકો ભાષા ભુલ્યા, 82 ટકાને ગણિતના લોચા !

છબી
કોરોનાની સાઇડ ઇફેક્ટ, 92 ટકા બાળકો ભાષા ભુલ્યા, 82 ટકાને ગણિતના લોચા !  કોરોનાની અસર બાળકોના અભ્યાસ ઉપર વિશેષ પડી છે.  લગભગ બે વર્ષથી બાળકોની શાળાઓ ખુલી નથી, તેને કારણે તેમનો અભ્યાસ ઓનલાઇન ચાલ્યો છે. કેટલાક બાળકો પાસે મોબાઇલ નથી, તો વળી કેટલાક પાસે છે, તો તેની સામે બેસીને અભ્યાસ કરવાની ધીરજ બાળક પાસે ઘરમાં ક્યાંથી હોય ? એ કારણે બાળકોની ભાષા તથા ગણિતને મોટો ફટકો પડ્યો છે. માર્ચ 2 0 2 0 માં બાળકોને જે આવડતું હતું, હવે પંદર સત્તર મહિનામાં ભુલી ગયા છે, એમ અ ઝ ીમ પ્રેમજી ફાઉન્ડેશનના સીઇઓ અનુરાગ બેહર કહે છે. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે શાળાઓ બંધ કરી દેવાઇ હતી. ભણવાનું રહ્યું જ નહીં. એમ તો મોટાં બાળકો માટે પણ અભ્યાસ બંધ થઇ ગયો હતો. પરંતુ દસ અને બારમા ધોરણમાં ભણનારાઓ માટે થોડી પણ ગંભીરતા બોર્ડની પરીક્ષાને કારણે હતી. પરંતુ નાના ભુલકાંઓને તો એમ પણ રમવાને બદલે શાળાએ જવાનું ગમતું ન હોય, ત્યાં વળી ઘરે બેસીને તો શું ભણે ? વિભક્ત કુટુંબમાં પતિ અને પત્ની બંને નોકરી કરતાં હોય તો બાળકોને ભણાવવા માટે સમય જ ક્યાં હોય છે ? એ અલગ વાત છે કે ગયા વર્ષે તો લગભગ બે મહિના સુધી સંપૂર્ણ લોકડાઉન...

૫ પરાર્ધ પ્લાસ્ટિકના ટુકડાઓ મહાસાગરને પ્રદુષિત કરે છે !

છબી
૫ પરાર્ધ પ્લાસ્ટિકના ટુકડાઓ મહાસાગરને પ્રદુષિત કરે છે ! પૃથ્વી પરના મહાસાગરોને પણ આપણે પ્લાસ્ટિકથી પ્રદુષિત કરી રહ્યા છીએ . નવા અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે પૃથ્વી પરના સમુદ્રોને પ્રદુષિત કરવા પાછળ વિશ્વની નદીઓ જવાબદાર છે . આપણે આડેધડ ઔદ્યોગિકરણના નામે જે દોડ મૂકી છે, તેનું પરિણામ પ્રદુષણ રુપે મળ્યું છે. જીવન માટે આવશ્યક એવી ત્રણે ચીજો- હવા, જમીન અને પાણીને પ્રદુષિત કરીને પૃથ્વીને રહેવાલાયક રાખી નથી. છેલ્લા ઘણા વખતથી પર્યાવરણની જાળવણી માટે ઝૂંબેશ ચાલતી રહે છે, પરંતુ સફળતા મળી નથી. પ્રદુષણ અંગે તો કહેવાય કે માનવીએ કાલિદાસ જેવો જ ખેલ કર્યો છે. જે ડાળી પર કાલિદાસ બેઠા હતા, એ જ ડાળી કાપતા હતા. એમ માનવી હવા, જમીન અને પાણીને પ્રદુષિત કરીને જીવન માટે જોખમ ઊભું કરી દીધું છે. હવાના પ્રદુષણ અંગે તો ઘણી વાતો થઇ છે. પરંતુ પાણીના પ્રદુષણ અંગે ખાસ વાતો થતી નથી, જે વાત થાય છે, એ પીવાના પાણીની જ હોય છે. યાદ રહે કે પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે. મતલબ કે જમીન કરતાં સમુદ્રો વધુ છે. એ પાણીને પણ આપણે પ્રદુષિત કરી મૂક્યા છે અને તેને કારણે જળચરોને માથે આફત આવ...