ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી
ખુશ રહેવા ખુશવંત સિંહની આ ટીપ્સ થશે ખૂબ ઉપયોગી સુખી રહેવું કે ખુશ રહેવું શક્ય છે ખરૂં ? લોકો ખુશ રહેવા કે સુખી થવા માટે આખી જીંદગી હડી કાઢતા હોય છે. આખી જીંદગી સુખ નામના મૃગજળ પાછળ ભાગતા રહે છે. એન્ડ ઓફ ધ ડે, સવાલ એ જ રહે કે શું હું ખરેખર સુખી છું ખરો ? જીવનમાં ખુશીની લહેર છે ખરી ? સુખી થવા માટે કોઇ ફોર્મ્યુલા ખરી ? સ્વાભાવિક છે કે બે ચાર દિવસથી કોઇ ભુખ્યું હોય અને તેને સુકો રોટલો મળી જાય તો પણ તેને પકવાન મળ્યા હોય એવી ખુશી થઇ જાય અને પકવાન ખાવા મળતા હોય તેને પકવાનને બદલે રોટલો પીરસાય તો તે દુઃખી દુઃખી થઇ જાય, સુકો રોટલો એકને સુખ આપે તો એ જ રોટલો બીજાને દુઃખી દુઃખી કરી નાંખે. એ જોતાં આનંદમાં રહેવા માટેની ટીપ્સ આપવી કેટલી મુશ્કેલ લાગે, છતાં એ હિંમત જાણિતા પત્રકાર ખુશવંત સિંહે કરી છે. તેમણે સુખ પામવા માટેની કેટલીક ટીપ્સ આપી છે. આપણા જેવા સાંસારિક માણસ માટે તો એ ટીપ્સ જ ઘણી ઉપયોગી થઇ પડે એવી છે ! તેમણે દસ ટીપ્સ આપી છે, જે તમે અપનાવો તો સુખના સાગરમાં મહાલતા થઇ જાવ. એકે એક ટીપ્સ ખૂબ ઉપયોગી છે. એ કારણથી જ તેની વિગતે ચર્ચા કરવી પડે. ખુશવંત સિંહ કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ...