પરંપરા ચાલુ રહી, ટાઇમ પર્સન ઓફ ધ યર ટ્રમ્પ બન્યા
લો, વાચકોએ ઓનલાઇન સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્સન ઓફ ધ યર જાહેર કરી દીધા હતા, પરંતુ જ્યારે ટાઇમના સંપાદકોએ આખરી નિર્ણય કર્યો, ત્યારે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. જમણો હાથ મોં તરફ જ વળે. ગયા રવિવારે જ ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યર માટે વાચકોનો ઓનલાઇન સર્વે થયો હતો, તેના આંકડા જાહેર કર્યા હતા. આ સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર હતા. એ પણ પૂરા 18 ટકા મત સાથે, જ્યારે તેમની સાથે સ્પર્ધામાં ગણાતા અમેરિકાના વર્તમાન પ્રમુખ બરાક ઓબામા, ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અસાન્જે હતા. જો કે આ ત્રણે તો મોદી કરતાં રીડર્સ પોલમાં તો અડધે પણ પહોંચ્યા ન હતા. આ ત્રણેને માંડ સાત ટકા મત મળ્યા હતા. હા, એ યાદ રહે કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ટાઇમ મેગેઝીન રીડર્સ પોલ ભલે કરાવતું હોય, પણ તેના સંપાદકો વાચકોના એ સર્વેને કચરાપેટીમાં નાંખીને પોતાનું ધાર્યું જ કરી જાય છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના માનીતાને જ પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવી દે છે. 2011 માં વાચકોએ તો રચેપ તૈય્યપ અર્દોઆનને પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવ્યો હતો, પણ ટાઇમના સંપાદકોએ એ તાજ વિશ્...