પાકિસ્તાન ઉપર ભારતનું હલ્લાબોલ, એશિયન હોકી ચેમ્પિયનશીપ પર કબ્જો
![]() |
| photo courtesy zeenews |
ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન સતત સરહદ સળગાવી રહ્યું છે, પણ
ત્યાં જ ભારતે રમતની દુનિયામાં પણ પાકિસ્તાનને મ્હાત કરીને દેશવાસીઓને દીવાળીની
ભેટ આપી છે. એશિયન હોકી ચેમ્પિયનશીપમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવીને
ભારતે પોતાની શક્તિ પુરવાર કરી દીધી છે.
ભારત અને પાકિસ્તાનના સબંધમાં કટુતા આવી ગઇ છે. વારંવાર આતંકવાદી
હુમલા પાછળ હાથ રાખીને પાકિસ્તાન ભારતને કનડતું આવ્યું છે. આમ છતાં મોદીએ
વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાન સાથે સબંધ સુધારવા માટેના બે વખત પ્રયાસ કર્યા હતા.
એક તો શપથવિધિ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રણ આપીને મોદીએ મિત્રતાનો હાથ લંબાવ્યો
હતો, તો નવાઝ શરીફના જન્મદિને કાબુલથી સીધા ઇસ્લામાબાદમાં રોકાણ કરીને શરીફને જન્મદિનની
શુભેચ્છા આપીને મોદીએ ચીલો ચાતર્યો હતો, તેની પાછળની મંછા એક જ હતી કે પાકિસ્તાન
આતંકવાદથી અલગ થઇને ભારતને આતંકવાદથી મુક્ત કરીને મિત્રતા નીભાવે. પરંતુ એમ થઇ
શકયું નહીં. આ વર્ષના પ્રારંભે જ પઠાણકોટ ઉપરના આતંકવાદી હુમલા બાદ બે મહિના
પહેલાં ઉરી ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પછી ભારતીયોની સહનશક્તિનો અંત આવી
ગયો હતો. ભારત પાકિસ્તાનના આતંકવાદનો કોઇ જવાબ આપતું ન હતું અને તેથી જ તે ભારતને
નબળું માનતું હોય એમ બની શકે. ઉરી ઉપરના આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યે એલઓસી
ઓળંગીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને ચાર આતંકવાદી છાવણીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. એ પછી
તો પાકિસ્તાન સતત સરહદ સળગાવતું રહ્યું હતું, તેમાંય દીવાળી નજીક આવી ત્યારે તો જાણે દરરોજ જ
સરહદપારથી ગોળીબાર અને મોર્ટારમારો કરવામાં પાકિસ્તાનને આનંદ આવતો હતો. આખરે,
દીવાળીના આગલા દિવસે જ ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. એ પછી બીજા જ
દિવસે મલેશિયા ખાતે ભારતીય હોકી ટીમે પણ પાકિસ્તાનને હરાવીને એશિયન ચેમ્પિયનશીપ
કબ્જે કરી લીધી હતી.
મલેશિયા ખાતે એશિયન હોકી ચેમ્પિયનશીપ ટ્રોફી
ટુર્નામેન્ટ રમાઇ રહી હતી. 2011માં જ્યારે આ ટ્રોફીનો પ્રારંભ થયો હતો, ત્યારે પણ
ભારત જ ચેમ્પિયન થયું હતું. એ પછી 2012 અને 2013માં પાકિસ્તાન ચેમ્પિયન થયું હતું.
આ વખતે પણ બળાબળનો જ મુકાબલો હતો. ખાસ કરીને બંને દેશો વચ્ચેના સબંધમાં કટુતા આવી
ગઇ હોય ત્યારે ક્રિકેટ કે હોકી કે બીજી રમતોના મેદાનમાં પણ એ કડવાશ જોવા મળી જતી
હોય છે. ખાસ તો બંને દેશો વચ્ચેની ટુર્નામેન્ટ રદ જ થઇ જતી હોય છે. આ વખતે મલેશિયામાં
એશિયન હોકી ચેમ્પિયનશીપ રમાઇ હતી. એશિયન ટીમો એમાં ટકરાઇ હતી.
ફાઇનલ મેચ હોકીના બે કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચે
રમાઇ હતી. રવિવારે એ મેચમાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવીને ચેમ્પિયનશીપ હાંસલ
કરી લીધી હતી. મેચની પહેલી 18 મિનિટ વીતી ત્યાં જ સુકાની રૂપિંદરપાલ સિંહે પહેલો
ગોલ ફટકારીને ભારતને શુકન કરાવ્યા હતા. એ પછી સરદાર સિંહના સુંદર પાસે અફાન યૂસુફે
ગોલમાં પરિવર્તીત કરીને ભારતને 2-0થી સરસાઇ અપાવી હતી. જો કે એ પછી 38 મી મિનિટે
તો પાકિસ્તાને બરોબરી કરી લીધી હતી. એ પછી 51મી નિમિનટે નિકિન તિમાયે ગોલ ફટતાકીને
ભારતને 3-2થી આગળ રાખ્યું હતું. એ સાથે જ ભારતનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો