પોસ્ટ્સ

ડિસેમ્બર, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પરંપરા ચાલુ રહી, ટાઇમ પર્સન ઓફ ધ યર ટ્રમ્પ બન્યા

છબી
લો, વાચકોએ ઓનલાઇન સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્સન ઓફ ધ યર જાહેર કરી દીધા હતા, પરંતુ જ્યારે ટાઇમના સંપાદકોએ આખરી નિર્ણય કર્યો, ત્યારે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. જમણો હાથ મોં તરફ જ વળે. ગયા રવિવારે જ ટાઇમ મેગેઝીને પર્સન ઓફ ધ યર માટે વાચકોનો ઓનલાઇન સર્વે થયો હતો, તેના આંકડા જાહેર કર્યા હતા. આ સર્વેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર હતા. એ પણ પૂરા 18 ટકા મત સાથે, જ્યારે તેમની સાથે સ્પર્ધામાં ગણાતા અમેરિકાના વર્તમાન પ્રમુખ બરાક ઓબામા, ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અસાન્જે હતા. જો કે આ ત્રણે તો મોદી કરતાં રીડર્સ પોલમાં તો અડધે પણ પહોંચ્યા ન હતા. આ ત્રણેને માંડ સાત ટકા મત મળ્યા હતા. હા, એ યાદ રહે કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ટાઇમ મેગેઝીન રીડર્સ પોલ ભલે કરાવતું હોય, પણ તેના સંપાદકો વાચકોના એ સર્વેને કચરાપેટીમાં નાંખીને પોતાનું ધાર્યું જ કરી જાય છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના માનીતાને જ પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવી દે છે. 2011 માં વાચકોએ તો રચેપ તૈય્યપ અર્દોઆનને પર્સન ઓફ ધ યરનો તાજ પહેરાવ્યો હતો, પણ ટાઇમના સંપાદકોએ એ તાજ વિશ્...

સામાજિક ઉત્થાનમાં અમ્મા એક બ્રાન્ડ નેઇમ બની ગયા

છબી
જયલલિતાનું 68 વર્ષે કાર્ડિયાક એરેસ્ટ બાદ નિધન થયું અને તામિલનાડુમાં આધાતની ક્ષણ આવી ગઇ. આપણે નજીકના સબંધીના મૃત્યુ પર પણ આસું સારી શકતા નથી, ત્યાં તામિલનાડુમાં એક રાજકારણી હોવા છતાં, કોઇ જ નાતો ન હોય એવી આમજનતા હૈયાફાટ રૂદન કરતી હતી, તેનું કારણ શું ? જયલલિતાએ શરૂ કરેલી અમ્મા બ્રાન્ડ. જયલલિતા મુખ્યમંત્રી બન્યા, ત્યારે ગત ટર્મમાં તેમણે ગરીબોને સહાયભૂત થાય એવી સરકારી યોજનાઓ શરૂ કરી હતી. ઓફકોર્સ તેઓ પણ એક રાજનેતા હતા, તેથી તેમની નજર મત ઉપર હોય એ સમજી શકાય એમ છે. છતાં તેમણે ગરીબ પ્રજાના મત લઇને પણ તેમનું જીવન આસાન રહે એ માટે તમામ યોજનાઓ બનાવી, તેનો ચુસ્ત અમલ પણ કરાવ્યો. ચૂંટણી વખતે મફત લેપટોપ કે બીજી સામગ્રી આપવાનો રિવાજ તામિલનાડુમાંથી જ આવ્યો છે. સાડી આપવી કે એવા અન્ય લોભામણા ઇનામ આપવાની જાહેરાત થતી રહી છે. ચૂંટણીમાં મત મળી જાય એટલે એ ગીફ્ટનું કામ પૂરૂં થઇ ગયું સમજો. પરંતુ તામિલનાડુમાં જયલલિતા સાચા અર્થમાં અમ્મા બની રહ્યા હતા. શરૂઆત તેમણે અમ્મા કેન્ટીનથી કરી હતી. યાદ હોય તો મહારાષ્ટ્રમાં શિવસેનાએ ઝુણકા ભાખર સસ્તા દરે મૂકીને લોકોની ભૂખ મીટાવવાનો પ્રયાસ કર્યો હતો, એ જ તર્જ ઉપર અ...

ગુજરાતમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી એચઆઇવીનો ભોગ બનલેા દર્દીની સંખ્યા દેશમાં સૌથી વધુ

છબી
આજે એઇડસ દિવસની ઉજવણી વિશ્વ આખું કરી રહ્યું છે. જો કે આપણે ગુજ્જુઓએ વધુ ચેતવાની જરૂર છે કેમકે દેશમાં બ્લડ ટ્રાન્ઝફ્યુઝનથી એઇડસનો સૌથી વધુ ફેલાવો ગુજરાતમાં થાય છે. મતલબ કે અજાણ્યાનું લોહી લેતાં પહેલાં સો વખત નહીં લાખ્ખો વખત વિચાર કરવો પડશે. એઇડસ એ એવી બિમારી છે, જેમાં તમારી રોગ પ્રતિકાર શક્તિ નાશ પામે છે અને તેને કારણે તમે રીબાઇ રીબાઇને મૃત્યુ પામો છો. હજુ એઇડસની દવા શોધાઇ નથી. હા, તમારી જીવન દોરી લંબાવતી દવા ઉપલબ્ધ છે. તેને કારણે તમારૂં જીવન લાંબુ થઇ શક્યું છે, પણ તેથી કાંઇ તમે એઇડસ મુક્ત થઇ શકતા નથી. એઇડસ જાતિય સબંધથી ફેલાતો રોગ છે. જાતિય સબંધમાં સ્વચ્છંદતા ભારી પડી શકે છે. પરંતુ કરમની કઠણાઇ એ છે કે ઘણીક વખત અસુરક્ષિત શારીરિક સબંધ ન બાંધ્યા હોય તો પણ એ રોગ ભરખી જતો હોય છે, તેનું કારણ એ છે કે એઇડસનો રોગીનું લોહી કે લાળ પણ તેનો ચેપ આપી શકે એમ છે. આ સંજોગોમાં કોઇ દર્દીને અજાણતામાં એઇડસના રોગીનું લોહી આપવામાં આવે તો નવાણિયો કૂટાઇ જતો હોય એમ પેલો દર્દી સારવાર કોઇ બીજા રોગની લેતો હોય, તેમાંથી સાજો થઇ જાય, પણ તેની સાથે એઇડસનો ચેપ લાગી જતો હોય છે. ગુજરાતમાં આ પ્રકારે એઇડસનો ફેલાવો...