જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા
છેલ્લા અઠવાડિયામાં કેટલાય
સમાચારો ગાજતા રહ્યા છે, પણ એક સમાચાર ખાસ વાંચવામાં ન આવ્યા, તે સિંગોપોરના
ઉપપ્રધાન મંત્રી તારનમ શન્મુગારત્નમ ભારતમાં આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા
તેમના મંત્રીઓને ઘણા પાઠ શીખવાડી ગયા. બલ્કે મોદીજીએ તેમને પાઠ ભણાવવા માટે
બોલાવ્યા હતા.દેશના વડાનું એ જ તો કામ છે, દેશને આગળ લઇ જવા માટે જે કરવું પડે એ
માટે તૈયાર રહેવું.
મોદીજી સિંગાપોરના વિકાસથી
ખાસ્સા પ્રભાવિત છે. તેમના સ્થાપક પ્રમુખ
લી ક્વાન સિંગાપોર પાસે એક પણ કુદરતી ખનિજ સ્ત્રોત ન હોવા છતાં સાફસુથરૂં
અને વિકાસની દુનિયામાં એવું ટોચે પહોંચાડી દીધું છે કે સિંગાપોર વિશ્વભર માટે એક
રોલમોડેલ છે. મોદીજીએ કદાચ, તેથી જ તારનમને બોલાવ્યા હતા. ફકત પોતાના મંત્રીઓ નહીં,
ખૂદ મોદીજી પણ તારનમના પોણો કલાકના ક્લાસમાં બેઠા હતા.
શરૂઆતમાં પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ આવકાર પ્રવચન આપ્યું અને એ પછી તરત જ તારનમને માઇક સોંપીને પોતે પણ
શ્રોતા તરીકે કેબીનેટ સાથે બેસી ગયા હતા.યસ્સ શીખવું હોય તો ગુરૂના ચરણમાં જ બેસવું પડે એટલી સૂઝ તો
મોદીજીમાં છે જ. નીતિ આયોગના ટ્રાન્સર્ફોમિંગ ઇન્ડિયા નામના કાર્યક્રમમાં શરુઆત
કરતાં જ તારનમે ભારતીયો જે ભાષામાં સમજે છે, એ જ ક્રિકેટની ભાષામાં વાત કરતાં કહી
દીધું હતું કે, તમે સારી વિકેટ ઉપર રમી
રહ્યા છો, પણ હવે સિંગલ્સથી નહીં ચાલે. દરેક ઓવરમાં ચોગ્ગા- છગ્ગા ફટકારવા પડશે.
બીજા દાવમાં તો સદી પણ ફટકારવી પડશે.
મોદીજી પણ પોણો
કલાક સુધી પોતાના મંત્રીમંડળ સાથે બેસીને તારનમનું ભાષણ સાંભળતા રહ્યા હતા. તારનમે
શરૂઆતમાં જ કહી દીધું કે, તેઓ એક મિત્રને નાતે અહીં બોલી રહ્યા છે, તેથી જ જે સત્ય
હશે, તે બોલી જ દેશે, ભલે ખોટું લાગે એવી કડવી વાત હોય. મોદીજીએ આ દેશની
નીતિ ઘડવામાં અને નીતિનો અમલ કરવામાં જેઓ મહત્વનો ભાગ ભજવે છે, એવા 1400 અધિકારીઓને
પણ આ પ્રવચનમાં હાજર રાખ્યા હતા.
તારનમે ભારતને
મજબૂત આર્થિક ભવિષ્ય બનાવવા આગામી બે દાયકામાં શું કરવું જોઇએ એવી રૂપરેખા સમજાવી
હતી. તેમણે જણાવ્યું હતું કે, જો ભારત આગામી 20 વર્ષમાં પોતાનું સાર્મથ્ય વધારવું
હોય તો ભારતે આગામી 20 વર્ષમાં પોતાની નિકાસ વધારવી પડશે. અત્યારે ભારત વિશ્વની 18
ટકા વસ્તી ધરાવતો દેશ હોવા છતાં તેની નિકાસ માત્ર 2 ટકા છે. કેટલી કડવી
વાસ્તવિકતા. આ માટે શું કરવું જોઇએ એ માટે તારનુમે વિસ્તારથી સમજાવ્યું હતું.
1.ભારતે આગામી બે
દાયકામાં રોજગારી વધારવી પડશે અને આર્થિક વિકાસ વધારીને 8 થી 10 ટકા સુધી લઇ જવો
પડશે.
2. રોજગારી
વધારવી હશે, તો ભારતે હજુ પણ થોડા આર્થિક નિયંત્રણ રહી ગયા છે, તે દૂર કરવા પડશે.
એ માટે હાલની ઘણી નીતિ બદલવી પડે એમ છે. ખાસ કરીને સામાજિક અને માનવ સંસાધન
ક્સેત્રે વધુ રોકાણ કરવું પડશે.
3. ખાનગી રોકાણ
અને નોકરીઓ વધે એમાં અવરોધક તમામ નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરવા પડશે.
4.છેલ્લા 25
વર્ષોમાં ભારતનો ઘણો વિકાસ થયો છે, પણ હજુ સામાજિક સુરક્ષાના મામલે ઘણું કરવાનું
બાકી રહી છે.
5. પીવાનું
સ્વચ્છ પાણી, વીજળી અને આરોગ્ય સુવિધા વધારવાની તાકિદે જરૂર છે.
6. ભારતમાં
સુધારા તો થઇ રહ્યા છે, પણ તેમાં ઝડપ લાવવાની જરૂર છે.
7. મેક ઇન
ઇન્ડિયાને મેક ઇન ઇન્ડિયા ફોર વલ્ડ બનાવવું પડશે.
8. તારનમે
મહત્વની વાત એ કહી કે 1970ના દાયકામાં ભારત અને ચીનમાં માથાદીઠ આવક સરખી હતી.
પરંતુ હવે ચીનની માથાદીઠ આવક ભારતીયો કરતાં અઢી ઘણી વધુ છે.
આવી બેટૂક વાતો સાંભળવા અને એ સાંભળીને ભારતમાં
ઝડપથી ફેરફારો આણી શકાય એ માટે જ આ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન મોદીજી
જાતે પણ હાજર રહે એ જ પુરવાર કરી દે કે તારમને સાંભળવા ભારતના વિકાસની રૂપરેખા
માટે કેટલા જરૂરી હતી, નહિંતર બીજા કોઇ પણ આવા સંવાદનું ઉદધાટન કરીને ચાલતી પકડી
હોત. પરંતુ મોદીજી સિંગાપોરના વિકાસને સમજે છે, જે દેશ સાવ રાખમાંથી બેઠો થઇ શકતો
હોય, એ લી ક્વાનના દેશના શક્તિશાળી નેતા વાતોના વડા નહીં કરે અને જે શીખવી જશે એ
દિશમાં જવા માટે દોડવાનું જ શીખવાનું રહેશે.મોદીજી આવા કાર્યક્રમ પણ કરતા રહે છે,
પણ પ્રજા સુધી આવી વાતો તો પહોંચતી જ નથી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો