ફલેમિંગો – શ્વેત શરીરમાં ગુલાબી ઝાંય, જાણે કુદરતના સાક્ષાત દર્શન
એમ તો નવસારી નજીકના સુલતાનપુરનો
પરિચય ખરો, પરંતુ ખબર જ બર્ડસ ઓફ ગુજરાત ફેસબુક પેઇજ પરથી જ મળી. ડૉ.પ્રજ્ઞેશભાઇ પટેલે
પોસ્ટ મૂકી કે ફલેમિંગોનું આગમન થઇ ગયું છે.બસ અમે ઉપડયા અને જે નજારો જોયો કે દિલ
બાગ બાગ થઇ ગયું.
ગુજરાતીમાં જેને આપણે હંજ
કહીએ એ ફ્લેમિંગો,એમ તો આખું શહેર કચ્છની પડોશમાં વસાવીને બેઠા છે. સેંકડોની
સંખ્યામાં આ ફ્લેમિંગો ત્યાં જોવા મળી જાય છે.આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી
હંજ જોવા મળી રહ્યાના સમાચાર તો આવતા જ રહ્યા છે, પરંતુ પહેલી વખત તેઓને જોવાની તક
મળી ગઇ.
હંસ એટલે રાજહંસ માનીએ એવું
આપણે બાળપણમાં ભણતા જ રહ્યા છીએ.મોતીચારો ચણતા એ હંસ આપણે ત્યાં તો જોવાના મળતા
નથી.કદાચ, તેમના શ્વેત સૈાંદર્ય પામવાનું આપણા નસીબમાં નથી. પરંતુ હવે તો તેમના
જેવી જ લાંબી ડોક ધરાવતા અને શ્વેત શરીરમાં ગુલાબી ઝાંય અને એ ઓછું હોય એમ પગ
પાતળા પણ ગુલાબી. પાણીની વચ્ચે તેમને જોવાનો અનુભવ પણ આહ્લાદક. હંજ પણ મોટો અને
નાનો એમ બે પ્રકારના જોવા મળે. સુલતાનપુર ખાતે મોટો હંજ જોવા મળે છે.તેની ઊંચાઇ
પૂરી 4.5 ફૂટ.ચારો એટલે કે ખોરાક કાદવમાંથી શોધતા રહે છે, તેને કારણે છીછરા પાણીના
વિસ્તારમાં જોવા મળી જાય છે. કચ્છ તો ઉત્તમ સ્થળ, પરંતુ હવે નવસારી જિલ્લામાં પણ તેમની
હાજર જોવા મળી, ત્યારે તેઓ અંગે વધુ જાણકારી તો કોઇ નિષ્ણાંત જ આપી શકે.
કચ્છમાં તો તે ભીની માટીનો
ટીંબો કરે અને તેની ટોચે ખાડો પાડી તેમાં ઇંડું મૂકે. સુલતાનપુરમાં તેઓ પ્રજનન કરે
છે કે કેમ મારા જાણવામાં આવ્યું નથી. પરંતુ દિવસો સુધીના વસવાટને કારણે તેઓ પ્રજનન
અહીં કરતા જ હશે એમ હું માની લઉં છું. જો કે બીજા ઘણા વર્ષોથી પક્ષી નિરીક્સણ
કરનારાઓ ડૉ. જયેશભાઇ જોષી અને રાજુભાઇ દેસાઇ તેમજ ડૉ.પ્રજ્ઞેશભાઇ પટેલ જેવા
નિષ્ણાંતો એ અંગે ફોડ પાડીને કહી શકે.
આપણે તો બસ, તેને જોવાની જે
મઝા આવી. બસ તેના સંગાથે મન હળવું થઇ જાય.હા, સારસ કરતાં ચંચળ ઓછા લાગ્યા કેમકે
સારસ આપણી થોડી હિલચાલ સાથે ફરરર કરતાં ઉડી જાય,ત્યારે ફ્લેમિંગોના ફોટા તો
નિરાંતે પાડવા મળ્યા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો