હવે કાશ્મીરમાં મરચાંની ગોળી !



કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રર્દશન થઇ રહ્યા છે. ગયા મહને બુરહાન વાની ઠાર મરાયો એ પછી ત્યાં વિરોધ પ્રર્દશન થઇ રહ્યા છે, તો બીજી તરફ કાશ્મીરમાં પેલેટ ગોળી સામે પણ લોકોમાં વિરોધ છે. આ પેલેટ ગનથી ફરી સાજું ન થાય એવું નુકશાન થાય છે, ત્યારે હવે કાશ્મીરમાં પેલેટ ગનની જગ્યાએ મરચાંની ગોળી વાપરવાની ભલામણ થઇ છે.
પેલેટ ગનથી હજારો કાશ્મીરીઓને ઇજા થઇ છે, ત્યારે તેનો વિકલ્પ શોધવા માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મરાય એ સાથે જ સ્થાનિક લોકોનો વિરોધ શરૂ થઇ જાય છે. સુરક્ષા માટે સતત પહેરો ભરતા સૈનિકો સરકારી નુકશાન બચાવવા તેમજ પોતાના અને નિર્દોષ લોકોના બચાવમાં એકશનમાં આવી જાય છે. પોતાના જ દેશબાંધવો સામે ફાયરીંગ કરવું લશ્કરને પણ ગમતું નથી. એ સંજોગોમાં ટીયર ગેસનો ઉપયોગ પણ થાય છે. પરંતુ કાશ્મીરીઓમાંથી ઘણા લશ્કર સામે પથરાબાજી કરતા રહે છે. પથ્થરાબાજી કરવાને કારણે જવનો ઘાયલ થાય છે, તો ક્યારેક મૃત્યુ પણ પામે છે. એ તરફ નજર પણ નહીં નાંખતા માનવ અધિકારવાદીઓ સૈનિકોના વિરોધમાં મેદાનમાં આવી જતા હોય છે. હવે કેટલાક સમયથી સૈનિકો વિરોધ કરતા લોકોનો જાન ન જાય એવી પેલેટ ગનનો ઉપયોગ કરે છે. આ પેલેટ ગનથી જાનનું જોખમ રહેતું નથી, પણ તેના ઉપયોગથી ઘણી વખત મોટું નુકશાન થાય છે. ખાસ કરીને આંખ જેવા નાજુક અંગોને પેલેટ ગનથી કદીય સારૂં ન થાય એવું નુકશાન થાય છે.આ સંજોગોમાં પેલેટ ગન સામે પણ વિરોધ થવા માંડયો છે, ત્યારે મોદી સરકારના ગૃહમંત્રીએ પેલેટ ગનનો વિકલ્પ શોધવા માટે એક પેનલની રચના કરી હતી. આ પેનલે પેલેટ ગન કરતાં ઓછી નુકશાનકારક મરચાંની ગોળીનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

આ મરચાંની ગોળીમાં પેલરગોનિક એસિડ વિનાઇલ એમાઇડ હોય છે. આ ઓર્ગેનિક પદાર્થ મરચાંના પાવડરમાં જોવા મળે છે. આ પેલરગોનિક એસિડ વિનાઇલ એમાઇડ ગોળી જેને વાગે તે પરેશાન થઇ જાય છે અને થોડા સમય માટે અશક્ત થઇ જાય છે. લખનૈા ખાતેની ભારતીય વિષવિજ્ઞાન અનુસંધાન સંસ્થાએ આ ગોળી શોધી છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા