સિંધૂને રીયોમાં રજત ચંદ્રક, વિશ્વ ચેમ્પિયન કેરોલિનાને ગોલ્ડ
સિંધૂને રીયોમાં રજત ચંદ્રક, વિશ્વ ચેમ્પિયન કેરોલિનાને ગોલ્ડ
ઓફકોર્સ, આપણે બધ્ધાએ એવી
આશા રાખી હતી કે આપણી સિંઘૂને ગોલ્ડ મેડલ મળે. પરંતુ એમ ન થયું. કદાચ, સિંધૂ માટે
આજનો દિવસ ન હતો. એવું પણ બને કે સામે છેડે વિશ્વ ચેમ્પિયન હોવાને કારણે એ મનોદબાણ
પણ રહ્યું હોય.હા, રીયોથી હજારો કિલોમીટર દૂર રહીને આપણે દિવાનખાનામાં ટીવી ઉપર મેચ
જોઇને ટીપ્પણી કરીએ કે સિંધૂ બરાબર રમી નહીં. પણ એ તો મેદાનમાં વિશ્વ ચેમ્પિયન
સામે રમો અને તે પણ ઓલિમ્પિક જેવી મોટી ગેઇમની ફાઇનલ હોય ત્યારે જ ખબર પડે કે
પ્રેશર કેવું રહે.
વેલ, આ તમામ સાચું છતાં
એટલું જરૂર કહી શકાય કે સિંધૂ સેમીફાઇનલમાં જેવું આક્રમક રમી હતી એવું આક્રમક તે
આજે ફાઇનલમાં રમી હોત તો ગોલ્ડ જરૂર મેળવી ગઇ હોત. પહેલી ગેઇમમાં તે પાછળથી કેરોલિનને
હંફાવી ગઇ હતી.પરંતુ એ પછીની બે ગેઇમમાં સિંધૂ કેરોલિનાને હંફાવી શકી નહીં. સરવાળે
તેનો પરાજય થયો.
વેલ, ઓલિમ્પિકની બેડમીંટનમાં
ફાઇનલ સુધી પણ આજ સુધી એકે ભારતીય મહિલા ખેલાડી પહોંચી શકી નથી, ત્યારે પી.વી.ની એ
સિધ્ધિ તો મહામૂલી જ છે. આજ સુધી એકે ભારતીય મહિલા બેડમીંટનમાં રજત ચંદ્રક પણ
મેળવી શકી નથી. હા, હજુ તો સિંધૂ તો માંડ 21 વર્ષની જ છે, ત્યારે તેની પાસે હજુ તો
બીજી એક બે ઓલિમ્પિક રમવાની આવશે, તે દરમ્યાન તેને પોતાની રમતમાં દિગ્ગજ થવા માટે
પૂરતો સમય મળી રહેશે. આ ફાઇનલમાં જે ભુલ તેણે કરી છે, તે સુધારવાનો તેને સમય મળી
રહેશે.જે એને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.
સિંધૂની સામે સ્પેનની
કેરોલિના પણ વિશ્વ ચેમ્પિયન હતી, તેથી તેની રમત તેના કરતાંય રેન્કિંગમાં ક્યાંય
પાછળ એવી સિંધૂ કરતાં સારી જ હોય એ પણ સ્વીકારવું પડે. હા, સાનિયા નેહવાલ પણ તેની
સામે જ પાછળ પડી હતી, એમ સિંધૂ પણ તેની સામે જ હારી છે, ત્યારે ભારતીય મહિલા
ખેલાડીઓને એ સ્પેનિશનો માનસિક ડર ઘર ન કરી જાય એ પણ જોવું રહ્યું.
સરવાળે રીયોમાં ભારતને બીજો
ચંદ્રક મળ્યો છે અને તે પણ રજત ત્યારે સિંધૂને પણ સલામ કરવી જ રહી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો