મનોહરી શુક્ર , શનિ અને ચંદ્રનો અનોખો સંગમ
ભાઇ બીજને દિવસે પશ્ચિમ આકાશમાં પાપડપાતળો
ચંદ્ર જોવાનો લ્હાવો મળ્યો હતો. એ ખરૂં કે અત્યારે વાતાવરણમાં પ્રદુષણ અને
રજકણોનું પ્રમાણ વધુ હોવાને કારણે ચંદ્ર લાલાશપડતો જોવા મળતો હતો. જો કે આજે
ત્રીજનો ચંદ્ર બીજના ચંદ્ર કરતાં વધુ મોહક જોવા મળ્યો હતો. વળી ચંદ્રની મહેફિલમાં
શુક્ર અને શનિ પણ કુર્દિશ બજાવતા હતા, તેથી દ્રશ્ય વધુ મનોહર બની રહ્યું.
ક્સિતિજની ઊંચે પહેલાં ચંદ્ર, તેના માથા પર શનિ અને તેના માથા પર ચંદ્ર જોવા મળતો
હતો. એ ખરૂં કે ચંદ્ર અને શુક્રની તેજસ્વિતા સામે શનિ ઝાંખો દેખાતો હતો. પરંતુ આખું
દ્રશ્ય એવું જોરદાર હતું કે આંખો તેના પરથી હટાવવાનું મન પણ ન થાય.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો