૫ પરાર્ધ પ્લાસ્ટિકના ટુકડાઓ મહાસાગરને પ્રદુષિત કરે છે !
૫ પરાર્ધ
પ્લાસ્ટિકના ટુકડાઓ
મહાસાગરને પ્રદુષિત
કરે છે
!
પૃથ્વી પરના
મહાસાગરોને પણ
આપણે પ્લાસ્ટિકથી
પ્રદુષિત કરી
રહ્યા છીએ.
નવા અભ્યાસમાં
એવું તારણ
નીકળ્યું છે
કે પૃથ્વી
પરના સમુદ્રોને
પ્રદુષિત કરવા
પાછળ વિશ્વની
નદીઓ જવાબદાર
છે.
આપણે આડેધડ
ઔદ્યોગિકરણના નામે જે દોડ મૂકી છે, તેનું પરિણામ પ્રદુષણ રુપે મળ્યું છે. જીવન
માટે આવશ્યક એવી ત્રણે ચીજો- હવા, જમીન અને પાણીને પ્રદુષિત કરીને પૃથ્વીને
રહેવાલાયક રાખી નથી. છેલ્લા ઘણા વખતથી પર્યાવરણની જાળવણી માટે ઝૂંબેશ ચાલતી રહે
છે, પરંતુ સફળતા મળી નથી. પ્રદુષણ અંગે તો કહેવાય કે માનવીએ કાલિદાસ જેવો જ ખેલ
કર્યો છે. જે ડાળી પર કાલિદાસ બેઠા હતા, એ જ ડાળી કાપતા હતા. એમ માનવી હવા, જમીન
અને પાણીને પ્રદુષિત કરીને જીવન માટે જોખમ ઊભું કરી દીધું છે. હવાના પ્રદુષણ અંગે
તો ઘણી વાતો થઇ છે. પરંતુ પાણીના પ્રદુષણ અંગે ખાસ વાતો થતી નથી, જે વાત થાય છે, એ
પીવાના પાણીની જ હોય છે.
યાદ રહે કે
પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે. મતલબ કે જમીન કરતાં સમુદ્રો વધુ છે. એ પાણીને પણ આપણે
પ્રદુષિત કરી મૂક્યા છે અને તેને કારણે જળચરોને માથે આફત આવી ગઇ છે. સમુદ્રના પાણીનું પ્રદુષણ એટલે
ફક્ત તેમાં ભળતા રસાયણની જ વાત નથી. જેમ નદીમાં જળકુંભી દેખાય છે, એ રીતે
પ્લાસ્ટિકનો કચરો પણ સમુદ્રને પ્રદુષિત કરે છે. પ્લાસ્ટિકના ડબ્બા, તુટેલા ટીન,
જુના કપડા, ઇન્જેક્શનની સોય અને મરેલા જાનવર પણ પાણીમાં ઠાલવી દઇને આપણે પાણીને
પ્રદુષિત કરી રહ્યા છીએ. અરે, એવી નોબત પણ આવી છે કે હોન્ડુરાસ અને ગ્વાટેમાલાની
વચ્ચે કેરેબિયન સમુદ્રમાં આ પ્રકારનો કચરો એટલા મોટા પ્રમાણમાં ઠલવાયો છે કે જાણે
બંને દેશોની વચ્ચેના પાણીમાં બીજો કોઇ ટાપુ તો ન હોય. આ કચરો એવો માથાના દુઃખાવા જેવો
થઇ ગયો છે કે બંને દેશો વચ્ચે તણાવ પેદો કરી ચૂક્યો છે. એમ કહેવાય છે કે ત્રીજું
વિશ્વ યુધ્ધ પાણીના મામલે થઇ શકે છે, પણ હવે એવું લાગે છે કે પ્રદુષણ પણ યુધ્ધ
નોંતરી શકે છે.
પાણીનું પ્રદુષણ મોટી મુસીબત પેદા કરી શકે છે. એક જુદા જુદા રસાયણોને કારણે
પાણીની ગુણવત્તા બગડવા સાથે જળચરોને માથે જોખમ આવે છે, જે માનવીના ભોજન માટે પણ
ખતરો પેદા કરી શકે છે. એક તો માછલાં જેવા જળચરોમાં થઇને રસાયણ આપણા શરીરમાં જઇ શકે
છે, તો બીજી તરફ એ રસાયણ આપણને નુકશાન કરવા સાથે જતે દહાડે જળચરોના જીવન માટે પણ
જોખમ ઊભું કરી દે તો આહારની પણ અછત ઊભી થાય એમ છે. ખાસ તો સમુદ્ર ઉપર એક ચાદરની
જેમ પ્લાસ્ટિકના ટુકડા અને બીજી ચીજો પથરાઇ જાય તો એ પાણીમાં કાર્બનડાયોક્સાઇડ તથા
ઓક્સિજન શોષવાની શક્તિ ઘટી જાય અને તેને કારણે આખું જીવનચક્ર ખોરવાઇ જાય એમ છે.
અનેક કારણોને ધ્યાનમાં લઇ સમુદ્રમાં તરતો પ્લાસ્ટિકના કચરા અંગે એક અભિયાન શરૂ
થયું છે.
ઓસન ક્લિનઅપ
પ્રોજેક્ટના સંશોધકોનો
અંદાજ છે
કે સમુદ્રમાં
અત્યારે ૫
પરાર્ધ ટુકડાઓ
તરતા ફરે
છે. ૫ પરાર્ધ
ટુકડાઓમાંથી બે
તૃતીયાંશ વિશ્વની
૨૦ સૌથી
પ્રદુષિત નદીઓમાંથી
જ સમુદ્રમાં
આવી જાય
છે. આ ૨૦
નદીઓ એટલે
તે વિશ્વની
૬૭ ટકા
નદીઓ થઇ
જાય છે
! મતલબ કે
વિશ્વની ૨૦
નદીઓ જો
પ્રદુષણના ૬૭
ટકા ફેલાવતી
હોય તો
બાકીના ૩૩
ટકામાં બાકીની
બધી નદીઓ
આવી જાય
છે ! આ ૨૦
નદીઓની અવદશા
કેવી હશે,
તેની તો
કલ્પના પણ
ચિંતામાં મૂકી
દે એવી
છે.
પૂર્વી ચીનના
સમુદ્રમાં દર
વર્ષે યાંહત્ઝે
નદી ૭૨૭૦
લાખ પાઉન્ડનો
કચરો ઠાલવે
છે ! તો આપણી
પવિત્ર નદી
ગણાતી ગંગા
પણ પાછળ
નતી. ગંગા દર
મહિને ૯૮૦
લાખ પાઉન્ડનો
કચરો વહાવે
છે.
ઓસન ક્લિન
અપ પ્રોજેક્ટના
સંશોધકોનો અંદાજ
છે કે
સમુદ્રમાં ફેલાયેલા
પ્લાસ્ટિકના ૫
પરાર્ધ ટુકડાઓ
૭.૧
અબજ યુરો
એટલે કે
૮ અબજ
ડોલરનું નુકશાન
કરે છે.
ખાસ કરીને
મરીન ઇકોસિસ્ટમને
ભારે નુકશાન
થાય છે.
સમુદ્રમાં જીવતા
જળચરો અને
તેના ઉપર
નભતા પક્ષીઓને
ભારે નુકશાન
થાય છે.
દર વર્ષે
દસ લાખ
પક્ષીઓ માર્યા
જાય છે,
તો ૧૦૦૦૦૦
સમુદ્રના જળચરો
અને માછલીઓ
પ્લાસ્ટિકને કારણે
મોતને ભેટે
છે.
આ તમામ
સમસ્યાના નિવારણ
માટે ઓસન
ક્લિનઅપ પ્રયાસ
કરી રહ્યું
છે. આ ડચ
ફાઉન્ડેશને સમુદ્રને
પ્લાસ્ટિકથી બચાવવા
માટે નવી
જ ટેકનોલોજીનો
ઉપયોગ કરી
રહ્યું છે.
દર વર્ષે
૨ થી
૫ પરાર્ધ
પાઉન્ડ જેટલું
પ્લાસ્ટિક સમુદ્રમાં
ઠલવાય છે.
આટલું પ્લાસ્ટિક
એટલે તેને
કાઢવા માટે
૪૮૦૦૦થી ૧૦૦૦૦૦
ટ્રકો જોઇએ.
એવો અંદાજ
છે કે
દર વર્ષે
દરિયા કિનારે
રહેતા લોકો
૧૦થી ૨૭
પરાર્ધ પાઉન્ડ
પ્લાસ્ટિક સમુદ્રમાં
ફેંકે છે.
એ ઉપરાંત
પવન અને
મોજાંથી પણ
પ્લાસ્ટિકના ટુકડાઓ
સમુદ્રમાં પહોંચી
જાય છે.
હવે એ ટુકડાઓ દૂર
કરવા માટે કમર કસવી રહી છે, જો કે એ જમેલો દૂર કઇ રીતે કરવો એ પણ મોટો પ્રશ્ન છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો