કોરોનાની સાઇડ ઇફેક્ટ, 92 ટકા બાળકો ભાષા ભુલ્યા, 82 ટકાને ગણિતના લોચા !
કોરોનાની સાઇડ ઇફેક્ટ, 92 ટકા બાળકો ભાષા ભુલ્યા, 82 ટકાને ગણિતના લોચા !
કોરોનાની અસર બાળકોના અભ્યાસ ઉપર વિશેષ પડી છે.
લગભગ
બે વર્ષથી બાળકોની શાળાઓ ખુલી નથી, તેને કારણે તેમનો અભ્યાસ ઓનલાઇન ચાલ્યો છે.
કેટલાક બાળકો પાસે મોબાઇલ નથી, તો વળી કેટલાક પાસે છે, તો તેની સામે બેસીને અભ્યાસ
કરવાની ધીરજ બાળક પાસે ઘરમાં ક્યાંથી હોય ?
એ કારણે બાળકોની ભાષા તથા ગણિતને મોટો ફટકો પડ્યો છે.
માર્ચ
2020
માં બાળકોને જે આવડતું હતું, હવે પંદર સત્તર મહિનામાં ભુલી ગયા છે, એમ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના સીઇઓ
અનુરાગ બેહર કહે છે.
કોરોના
વાઇરસના ફેલાવાને રોકવા માટે શાળાઓ બંધ કરી દેવાઇ હતી. ભણવાનું રહ્યું જ નહીં. એમ
તો મોટાં બાળકો માટે પણ અભ્યાસ બંધ થઇ ગયો હતો. પરંતુ દસ અને બારમા ધોરણમાં
ભણનારાઓ માટે થોડી પણ ગંભીરતા બોર્ડની પરીક્ષાને કારણે હતી. પરંતુ નાના ભુલકાંઓને
તો એમ પણ રમવાને બદલે શાળાએ જવાનું ગમતું ન હોય, ત્યાં વળી ઘરે બેસીને તો શું ભણે ? વિભક્ત કુટુંબમાં પતિ
અને પત્ની બંને નોકરી કરતાં હોય તો બાળકોને ભણાવવા માટે સમય જ ક્યાં હોય છે ?
એ અલગ વાત છે કે ગયા વર્ષે તો લગભગ બે મહિના સુધી સંપૂર્ણ લોકડાઉન
રહ્યું અને તેને કારણે બધા જ ઘરે રહ્યા અને તેને કારણે પણ અભ્યાસ અટવાઇ પડ્યો.
રાઉન્ડ ધ ક્લોક ઘરમાં જ ભરાઇ રહેવાનું હોય, ત્યારે કોને ભણવાનું ગમે ? ટીવી પણ કેટલુંક જુઓ અને મોબાઇલને પણ કેટલો મચેડો ? જાણે
જમવું અને આરામ કરવો એટલું જ કામ હોય એવી સ્થિતિ હતી. એ સંજોગોમાં બાળકો ઉપર
ભણતરનો પણ કેટલો ભાર નાંખવો ?
કોરોનાને
કારણે અભ્યાસ પર શી અસર પડી એ માટે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને પ્રાથમિક શાળાના 16 હજાર બાળકોનો સરવે
કર્યો. એ સરવેમાં બાળકોની ભાષા અને ગણિત ઉપર મોટી અસર થઇ હોવાનું બહાર આવ્યું
હતું.
92
ટકા બાળકો કમસે કમ એક ભાષાની ક્ષમતા ખોઇ ચુક્યા છે, તો 82 ટકા બાળકો તેમની ગણિત
ગણવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે. ખાસ તો સામાન્ય પરિવારમાં તો લોકડાઉન હળવું થવા
સાથે હવે બાળકોને થોડું ઘણું કમાઇ લાવે એવી અપેક્ષા પણ શરૂ થઇ છે, તેને કારણે
સ્વાભાવિક છે કે ઘણા બાળકો શાળા છોડીને મજુરીએ લાગી ગયા છે. ગુજરાતની વાત કરીએ તો
હવે પ્રાથમિક શાળાઓ ખુલશે એવી જાહેરાત થઇ છે.
એ
બાદ ખરેખર બાળકોએ કેટલું ભણતર ખોયું તેનો અંદાજ શિક્ષકોને આવી જશે. માર્ચ 2020માં શાળાઓ
બંધ થઇ ગઇ, એ બાદ હજુ શાળાઓ ખુલી નથી. લગભગ 2000
લાખ બાળકો શાળામાં ભણતા હતા. એ બાળકો નબળા શિક્ષણ સાથે ફરીથી શાળામાં જશે, ત્યારે
તેમનો હવે પછીનો અભ્યાસ કેવો રહેશે, એની તો કલ્પના પણ ધ્રૂજાવી દે એવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો