ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો અધધ કામ થઇ શકે !

 ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો અધધ કામ થઇ શકે !

એક મિનિટ.. કોઇ પણ વાત હોય એટલે આ તકિયા કલામ મોમાંથી સરી પડે. પરંતુ આપણે પણ માનીએ છીએ કે એક મિનિટમાં કશું થતું નથી. આંખનો પલકારો મારીએ એટલે એક મિનિટ થઇ ાય, એવું તમે માનો પણ ઇન્ટરનેટની દુનિયામાં એક મિનિટમાં તો એટલા કામો થતા હોય છે કે એ જાણી મોંમાં આંગળા નાંખવા પડે.

                                

ઇન્ટરનેટ તો એક માધ્યમ છે, પરંતુ તેના પર આપણે ઇમેઇલ કરીએ, વોટ્સ એપ ચેટ કરીએ એવા તો કેટલાય કામો કરી નાંખીએ. વળી એ માધ્યમ તો વૈશ્વિક છે, તેથી એક મિનિટમાં એટલા કામો થતાં હોય કે અચંબામાં પડી વાય. ઇમેઇલની વાત કરીએ તો આકાલ ટપાલ લખવી એ તો એલિયન કામ હોય એવું લાગે. હવે તો ઇમેઇલથી બધો પત્રવ્યવહાર ચાલે. એક બે મિનિટમાં તો આખી દુનિયામાં ગમે ત્યાં સંદેશો મોકલી શકાય. હવે પત્ર લખવાનું તો ભુલાઇ જાય છે, બધા ઇમેઇલ કરતા હોય છે. જીમેલ, આઉટલૂક, યાહુ અને એઓએલ જેવી સાઇટ પરથી બધા એક બીજાને ઇમેઇલ કરીને સંદેશાવ્યવહાર કરતા હોય છે. ત્યારે એક મિનિટમાં કેટલા ઇમેઇલ થતા હશે, તેનો અંદા આવે ખરો ? તમને અંદા પણ નહીં હોય, પરંતુ એક મિનિટમાં આખી દુનિયામાં 18 કરોડ ઇમેઇલ થતા હોય છે !

ઇન્ટનેટની વાત આવે એટલે સર્ચ એન્જિનને યાદ કરવું જ પડે. અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન ગૂગલ છે. તેની સામે બીજા ઘણા સર્ચ એન્જિન આવ્યાં પણ ખાસ ટકી શક્યા નથી અથવા ગૂગલ જેટલા સફળ પામ્યા નથી. ગૂગલ પર એક મિનિટમાં 38 લાખ સર્ચ કરાય છે ! આજે તો જાણે ગૂગલ વિના આપણા જીવનમાં અંધારૂં હોય એવું લાગે. ગૂગલ ન હોત તો આપણી દુનિયા સાવ સંકોચાઇ ગઇ હોત એમ લાગ્યા વિના નહીં રહે. આ સર્ચ એન્જિન વિના તમારી દુનિયા ઠપ્પ થઇ જાય એવું તેનું મહત્વ થઇ ગયું છે. 

હાલમાં તો સોશ્યલ મીડિયા ખરેખર ખૂબ ઉપયોગમાં લેવાય છે. જ્યાં જુઓ ત્યાં બધા સતત વોટ્સ એપ પર ચેટ કરતાં જોવા મળતા હોય છે. આખો દિવસમાં કેટલાય મેસેજ, વીડિયો કે તસ્વીરો શેર થતી હોય છે. આખા વર્ષમાં નવા વર્ષની શુભકામના આપતી વેળા વોટ્સ એપનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને એ વખતે એક જ મિનિટમાં વોટ્સ એપ પર 4.1 કરોડ મેસેજ મોકલાતા હોય છે. એ જ રીતે યુટ્યુબ પર વીડિયો મૂકવાનો વાયરો પણ ખૂબ ચાલે છે. શોર્ટ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવાનો જાણે એક રિવાજ થઇ ગયો છે. એ ઉપરાંત હવે તો ફિલ્મી ગીતો સાંભળવા માટે પણ લોકો યુટ્યુબ પસંદ કરે છે. એક મિનિટમાં યુટ્યુબ પર 45 લાખ વીડિયો જોવાય છે ! તો વળી એમેઝોનના લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો પ્લેટફોર્મ ટ્વિચ પર દર મિનિટે 10 વીડિયો જોવાય છે. હવે તો નેટફ્લિક્સનો યુગ ચાલે છે. વેબસીરિઝ  જોવા માટે તેનો ભરપુર ઉપયોગ થાય છે. એક મિનિટમાં આપણે ત્યાં તેના પર 694444 કલાકના વીડિયો જોવાય છે.

સોશ્યલ મીડિયામાં ફેસબુક પણ ખૂબ મહત્વ ધરાવે છે. એક જમાનો પત્રમૈત્રીનો હતો. લોકો પત્ર લખીને એકબીજા સાથે મિત્રતા કેળવતા. હવે ફેસબુક પર એ કામ થાય છે. તમારા જીવનની કોઇ પણ ઘટનાની તસ્વીર શેર કરો એટલે આખી દુનિયામાં તમારા મિત્રોને તેની જાણ થઇ જાય. ક્યાંય ફરવા ગયા હોવ એટલે ફોટો શેર કરો, ક્યાંય જમવા જાવ એટલે ફોટો તો બનતા હૈ.. અરે, અકસ્માત થયો હોય તો પણ તસ્વીર શેર કરીને તેની જાણ કરવી પડે, એ વિના અકસ્માત કે માંદગીની જાણ થાય જ કઇ રીતે ? મતલબ કે જીવનના સારા-નરસા તમામ પ્રસંગોએ ફેસબુક યાદ આવે જ અને તેથી જ એક મિનિટમાં 10 લાખ લોકો ફેસબુક પર લોગઇન કરે છે. હવે તો ટ્વીટર પણ શક્તિશાળી સોશ્યલ મીડિયા થઇ ગયું છે. શોર્ટ મેસેજીસ અને ફોટો પોસ્ટ કરી તમે કોઇને પણ મેસેજ મોકલી શકો. વળી આ મીડિયાનો ઉપયોગ સામાન્ય જનતાથી માંડીને વડાપ્રધાન કે મંત્રીઓ સુધીના વગદાર લોકો પણ કરતા હોય છે. એ સંજોગોમાં તેનો ઉપયોગ કેટલો થશે તેનો અંદાજ પણ આશ્ચર્યમાં મૂકી દે. એક મિનિટમાં ટ્વીટર પર 875000 ટ્વીટ થાય છે. ઇન્સ્ટાગ્રામ પણ એટલું જ ઉપયોગમાં લેવાય છે. એક મિનિટમાં ઇન્સ્ટાગ્રામ પર 347222 તસ્વીર અપલોડ થાય છે. સ્નેપચેટ પર પણ એક મિનિટમાં 21 લાખ સ્નેપ બને છે. સોશ્યલ મીડિયા પર જિફ પોસ્ટ કરવા માટે જિફીનો ઉપયોગ થાય છે. અહીં એક મિનિટમાં 48 લાખ જિફી બનાવાય છે. ચીનની મેસેજિંગ એપ વીચેટ પર એક મિનિટમાં 1.8 કરોડ મેસેજ મોકલાય છે. મેસેજ, તસ્વીર કે નાના મેસેજ માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધુ થાય છે, તો ડેટીંગ માટે પણ એપનો ઉપયોગ ફાલ્યો છે. ડેટીંગ એપ ટિન્ડર પર એક મિનિટમાં 14 લાખ સ્વાઇપ થાય છે !

સ્માર્ટફોનના જમાનામાં ફોન ઉપર એપ સ્ટોરનો ઉપયોગ પણ વધી ગયો છે. ખાસ કરીને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરનો બહોળો ઉપયોગ થાય છે. આ બંને સ્ટોર પર એક મિનિટમાં 3.90 લાખ એપ ડાઉનલોડ થાય છે. તો વળી હવે તો લોકો ખરીદી પણ ઓનલાઇન કરતા થયા છે. રાશનપાણીથી માંડીને કોઇ પણ ચીજ ઓનલાઇન મંગાવવાનું ચલણ વધ્યું છે. એ કારણથી ઓનલાઇન શોપિંગ વધ્યું છે. એક મિનિટમાં દુનિયામાં ઓનલાઇન શોપિંગ દ્વારા 10 લાખ ડોલરની ખરીદી થઇ જાય છે !

 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા