સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ કોણ છે ?
સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ કોણ છે ?
ટોક્યો
ખાતે પેરાલિમ્પિક રમતોત્સવ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય રમતગમત દિવસે ભારતને ગુજરાતની ભાવિના પટેલે સિલ્વર મેડલ અપાવીને
તેની શાનદાર ઉજવણી કરી છે. પેરાલિમ્પિકમાં ટેબલ
ટેનિસમાં મેડલ અપાવનારી દેશની આ પહેલી ખેલાડી ભાવિના પટેલ કોણ છે ?
પેરાલિમ્પિક
એ ઓલિમ્પિક બાદ દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતો રમતોત્સવ છે. ભારત 1960 થી તેમાં ભાગ લે છે. એ ખરૂં કે
ઓલિમ્પિક જેટલો પ્રચાર અને પ્રસાર
પેરાલિમ્પિકનો થતો નથી, તેથી દિવ્યાંગ ખેલાડીઓના કૌશલ્યને જોવાનો લ્હાવો
ખાસ મળતો નથી. દેશ માટે ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલો મેડલ જીતનારી ભાવિના
પટેલ ગુજરાતના મહેસાણાની છે. બાળપણમાં તે
પોલિયોનો ભોગ બની ગઇ અને તેને કારણે તેના પગ પંગુ બની ગયા હતા. એમ છતાં સુંધિયા
ગામમાં શાળાકિય અભ્યાસ કર્યા બાદ તે આઇટીઆઇમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા
માટે અમદાવાદ આવી હતી. એ વખતે અભ્યાસની સાથે સાથે તેને ટેબલ ટેનિશ રમવાનો શોખ જાગ્યો. પરંતુ એ તમામ પ્રવત્તિ ભાવિના
પટેલ માટે કાંઇ સરળ ન હતી. એક તો બે બસ બદલીને થોડું અંતર શેરીંગ રીક્ષામાં કાપીને
છેલ્લે પોલિયોને કારણે ભરચક ટ્રાફિકમાં ક્રચીસથી કાપીને તે અભ્યાસ- રમત માટે
પહોંચતી હતી. એ સફરમાં તેને એક ભરોસાપાત્ર મિત્ર મળ્યો- નિકુલ પટેલ. નિકુલ અંડર
19નો રાજ્ય સ્તરનો સારો ક્રિકેટર હતો. હવે એ
મિત્ર મટીને ભાવિનાનો પતિ થઇ ગયો છે.
પોલિયોને
કારણ પગ ભલે પંગૂ થઇ ગયા હતા. પરંતુ ભાવિનાના ચહેરા પર કોઇ લાચારી જોવા મળતી નથી. એ જીવનનો સંઘર્ષ
સારી રીતે કરી જાણે છે અને તેને કારણે જ તે સંઘર્ષને હસતે મોઢે એક પડકાર તરીકે
લઇને આજે આ સ્તરે પહોંચી ગઇ છે. પોલિયો કે એવી
કોઇ બીમારીનો ભોગ બની ગયા બાદ મોટા ભાગના લોકો લાચાર બનીને બીજાની સહાનુભૂતિ પર જીવતા થઇ જાય છે. ભાવિના જુદી માટીની
બનેલી છે, તેથી જ તેણે ટેબલ ટેનિશ રમવા માટે ભારે
જહેમત ઉઠાવી છે. એક તરફ શારીરિક અવરોધ તો
હતો જ, સાથે આર્થિક બોજ પણ સહન
કરવાની તૈયારી રાખવી પડતી હતી.
પરંતુ
એ તમામ પડકારો સામે બાથ ભીડવાની તેની હિંમત આખરે, ફળી ખરી. ટોક્યો પેરાલિમ્પિકમાં
તેણે ટેબલ ટેનિશમાં સિલ્વર મેડલ જીતીને એક નવો વિક્રમ રચી
દેખાડ્યો છે. સરવાળે તો તેણે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એ પુરવાર કરી
દેખાડ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માંડીને વડાપ્રધાન
મોદી સુધીના તમામ લોકોએ તેને અભિનંદન પાઠવ્યા છે. તેના પર ઇનામોનો વરસાદ પણ થવા
માંડ્યો છે. તમામ પડકારો ઝીલીને
સિદ્ધિ મેળવનારી ભાવિના પટેલને સલામ....

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો