અપશબ્દ બોલવાનું અપલખ્ખણ કેમ ?
અપશબ્દ બોલવાનું અપલખ્ખણ કેમ ?
બે....
ચાર અકસરની એક ગાળ હવામાં ગૂંજી ઉઠી
દોઢેક દાયકા પહેલાંનું એ દૃશ્ય...
એક પટાવાળો એક કારકૂન
સાથે ઝઘડી પડ્યો, ને ગાળા ગાળી થઇ ગઇ. એટલામાં એ અખબારી કચેરીમાં કામ કરતાં
મૂર્ધન્ય સાહિત્યકારે ગાળા ગાળી ન કરવા માટે હાંક મારી હતી. થોડા સમય બાદ એ
પટાવાળો એક સિનિયર સબ એડિટર પાસે આવીને કહે કે , હું ક્યાં ગાળ બોલ્યો હતો . એ સબે
તેને સમજાવ્યું કે, તું જે ચાર અકસર બોલ્યો તેને ગાળ જ કહેવાય.કહેવાનો મતલબ એ જ કે
સુરતમાં તો ગાળ અલ્પિવરામ, પૂર્ણિવરામની જેમ એવી તે બોલાય છે કે તે અપશબ્દ કહેવાય
એવું પણ ઝટ સમજમાં આવતું નથી.ગાળ ફકત સુરત કે ગુજરાતમાં જ બોલાય છે એવું નથી , આખી
દુનિયામાં ગાળ બોલાય છે.આપણી દૈનિક બોલચાલમાં વળી અપશબ્દોનું અપલખ્ખણ ક્યાંથી ઘૂસી
આવ્યું હશે ?
આ પ્રશ્ન સ્હેજે થાય એમ
છે. આજે તો દુનિયાભરમાં ગાળ બોલવી એ જાણે એક ફેશન થઇ ગઇ છે.ગાળ બોલવી એ કોઇ જાતિ,
વિસ્તાર કે ધર્મનું લક્સણ નથી. પરંતુ ગાળ બોલવા માટે કોઇ જ સરહદ નડતી નથી. વળી ગાળ
અભણ જ બોલે એમ પણ માનશો નહીં, ભણેલાગણેલાઓની સંખ્યા જ્યાં વધુ છે, એવા વિસ્તારોમાં
પણ ગાળ બહુ છુટથી બોલાય છે. આપણે ત્યાં તો ગાળ બોલવા અંગે ખાસ સંશોધન થતું નથી.
હા, દક્સિણ ગુજરાતના બીલીમોરા ખાતેના વિદ્વાન એવા ઇશ્વરચંદ્ર દેસાઇએ ગાળોનો ગ્રંથ
કરવાનું બીડું ઝડપ્યું છે. જો કે તેમણે ગાળોનો સંગ્રહ તો કર્યો છે, પણ તેને
પ્રકાશિત કરવાનું સાહસ કર્યું નથી. પશ્ચિમની દુનિયામાં અવનવા અભ્યાસ થતા રહે છે.
બ્રિટનમાં થયેલા એક સવેર મુજબ બ્રિટનની 90 ટકા વસ્તી દિવસમાં ઓછામાં ઓછા 14 વખત અપશબ્દો
બોલે છે.
શિષ્ટ સમાજ ગાળ બોલવી એ
અસામાજિક વ્યવહાર ગણે છે. જો કે કરિયર બિલ્ડર સર્વે અનુસાર 81 ટકા કંપની પોતાની
ઓફિસમાં ગાળ બોલવાને યોગ્ય માનતી નથી. તેઓ માને છે કે જેને પોતાની જાત ઉપર કાબુ ન
હોય એ જ ગાળ બોલે છે.જે લોકો લાગણી મામલે કમજોર હોય છે, તેઓ પોતાના સહકર્મીને
પોતાના કરતાં ઉતરતા સમજતા હોય અને તેથી અપશબ્દો બોલીને સામેવાળાને ઉતરતા પુરવાર
કરતા હોય છે. છતાં એ પણ કડવું સત્ય છે કે ઘણા વિખ્યાત લોકો ગાળો બોલતા હોવાનું
નોંધાયું છે. યાહુના પૂર્વ સીઇઓ કૈરોલ બાત્જર જેવા લોકો પણ ગાળો બોલતા હોવાનું
કહેવાય છે. અરે, ખૂદ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ઘણી વખત ગાળો બોલી દેતા
હોય છે. મતલબ કે અપશબ્દ બોલવાએ અભણ લોકોનું જ કામ છે, એમ માની લેવાને કોઇ જરૂર
નથી.
વિશ્વમાં અભદ્ર ભાષા
બોલવા સામે સૂગ પણ જોવા મળે છે, તેથી જ જેમ્સ ઓ કોર્નરે તો કસ કંટ્રોલ નામનું એક
પુસ્તક પણ લખ્યું હતું.તેઓ કહે છે કે ક્યારેક ગાળો બોલવાથી તમારામાં રહેલો આક્રોશ
બહાર નીકળી જતો હોય છે. પણ અપશબ્દો બોલનારાની ઇમેજ તો થોડી ઝાંખી થાય જ છે. મિત્રો
કે સાથી કર્મચારીઓ સાથે સારા સબંધ રાખવા માટે તમે તમારા ગુસ્સા પર કાબુ મેળવો એ
વધુ યોગ્ય છે. ગાળ દઇને પોતાના રોષને ઠાલવી દેવાને બદલે શાંત રહીને તમારે
સમસ્યાનું સમાધાન કરવું જોઇએ.
અભદ્ર ભાષાનો ઉપયોગ લગભગ
દરેક વ્યક્તિ કરતી હોય છે. તેના ઉપર નિયંત્રણ કરવું મુશ્કેલ છે. પરંતુ તેનો અર્થ એ
પણ થતો નથી કે તમે ગાળો દઇને તમારો મોભો જાળવી શકો. જો કે ક્યારેક અપશબ્દોનો ઉપયોગ
કરવો એ તમારા વિકસામાં મદદરૂપ પણ થતું હોય છે.આ દિશામાં સંશોધન કરવા ઇચ્છતી એક
વ્યક્તિ એક બ્રિટિશ મેલ ઓર્ડ વેર હાઉસમાં કામ કરવા ગયો, જેથી ત્યાં કામ કરનારાઓની
વર્તણૂંકનો અભ્યાસ કરી શકાય.શરૂઆતમાં તો ગાળ ન બોલતા પેલા સંશોધકનો કોઇ જ ભાવ
પૂંછતું ન હતું, પાછળથી તેણે ગાળો બોલવાનું શરૂ કર્યું કે તરત જ તેની સાથે લોકો
હળીમળી જવા લાગ્યા.2007માં આ સંશોધન બાદ યેહુદા બરૂચે એક પુસ્તક લખ્યું
હતું.યેહુદા માને છે કે સામાન્ય મજુરની જેમ ગાળો દેવી સારી નહીં.પરંતુ દરેક માણસની
કોઇને કોઇ કમજોરી હોય જ છે. ગુસ્સામાં ગાળો દેવી એ પણ કમજોરીનું જ એક લકસણ છે.ગાળો
દઇને તમે પ્રગતિ કરશો એવું કદીય માનશો નહીં, પણ ઘણી વખત ગાળો બોલવાથી તમને બીજાની
નિકટ પહોંચવામાં મદદ મળી રહે છે.
યાદ રહે કે આપણે ત્યાં
બેફામ બનીને ગાળો ભાંડો તો કદાચ, કોઇ એકાદ લાફો ઝીંકી દઇ શકે, એ સિવાય કોઇ સજા થતી
નથી. પરંતુ કેટલાય દેશો એવા છે કે જ્યાં તમે જાહેરમાં ગાળો દઇ શકતા નથી. સંયુ્કત
આરબ અમિરાત અપશબ્દ પ્રતિ એવું કડક છે કે ત્યાં તો તમે મોબાઇલની ટેકસ્ટ ઉપર પણ ગાળ
લખીને મોકલી દો, તો મોટો દંડ ભોગવવો પડે. એવું હાલમાં અમેરિકામાં થયું હતું.
અમેરિકી રેપર ફિફ્ટી સેન્ટની પોતાના શોમાં ગાળ બોલવા બદલ ધરપકડ કરાઇ હતી.પશ્ચિમના
દેશોમાં કોઇ પણ ધર્મને ગાળ દેવા બદલ કોઇ સજા થતી નથી. આપણે ત્યાં પણ ઘણા ભગવાનને
પેટ ભરીને ગાળો દેતા હોય છે, છતાં કશું થતું નથી. પરંતુ પાકિસ્તાન તથા મધ્ય
પૂર્વના દેશોમાં ઇશનિંદાનો કાનૂન કડક છે, જેમાં ખૂદાની કે કુરાનની નિંદા કરનારને
મોતની સજા પણ ફટકારાય છે. ગાળો બોલવા સામે ઘણા દેશોમાં કોઇ સજા નથી, છતાં એ તો
નક્કી કે ગાળ બોલવી તેને સભ્યતા ગણાતી નથી, ત્યારે અભદ્ર ભાષા બોલીને બગાડવા કરતાં
ન બોલ્યામાં નવગુણ જેવું નથી લાગતું ?

Very nice..
જવાબ આપોકાઢી નાખો