સૈાની યોજનાનો પ્રારંભ, મોદીએ તાળી પાડીને પત્રકારોને બચાવી લીધા


આજે સણોસરા ખાતે સૈાની યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ કરાવ્યો હતો. હા, એ યોજનાથી સૈારાષ્ટ્ના ઘણા વિસ્તારોમાં નર્મદા નદીનું પાણી પહોંચશે. હા, એ સાથે ભરૂચ વિસ્તારના ઘણા લોકોને નિરાશા થઇ છે કે નર્મદા ઉપરના બંધને કારણે હવે સમુદ્રના પાણી અંદર ઘૂસી જાય છે અને તેને કારણે હવે નર્મદાના પટમાં ખારાશ વધી રહી છે અને તેની સમસ્યા વધી રહી છે. વેલ, સૈાની યોજનાનો લાભ સૈારાષ્ટ્રના ઘણા ગામોને મળશે. એ સંજોગોમાં હવે દક્સિણ ગુજરાતમાં પણ સિંચાઇવિનાના ગામોને પણ સિંચાઇનો લાભ મળે એવા પગલાં જરૂરી છે.

આ યોજનાના પ્રારંભ સાથે જ નર્મદાનું પાણી સણોસરા ખાતેના ડેમમાં ધસમસતું આવી રહ્યું હતું, ત્યારે કેટલાય પત્રકારો તથા ફોટોગ્રાફરો તેના પટમાં જ ઊભા હતા. આ વહેણ પૂરજોશમાં આવતું હોય ત્યારે ભલભલાને વહાવી જાય એમ હતું અને એ ઘડીકમાં સમજી ચૂકેલા વડાપ્રધાન મોદીએ તરત જ તેઓ જ્યાંથી યોજનાનું નિરીક્સણ કરવા ઊભા હતા, ત્યાંથી તાળી પાડીને તમામ પત્રકારો તથા ફોટોગ્રાફરોને ત્યાંથી ખસી જવા માટે ચેતવ્યા હતા અને ત્યાંથી તેઓને ખસેડીને તેમને બચાવી લીધા હતા.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જમાઇ રાજા વાડ્રા માટે દિવસો ભારે આવી રહ્યા છે

મોદીનું ટીટ ફોર ટેટ – પાકિસ્તાનને ચીટીંયો ભર્યો

જયારે સિંગાપોરના તારનમે મોદી તથા તેમના મંત્રીઓને પાઠ ભણાવ્યા